• Gujarati News
  • દૃષ્ટિહીનને પગભર બનાવતું અંધજન મંડળ

દૃષ્ટિહીનને પગભર બનાવતું અંધજન મંડળ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સૌરાષ્ટ્રમાં દૃષ્ટિહીન લોકો માટે અદ્યતન ધંધાકીય તાલીમ અને પુનર્વસન માટે 1 જાન્યુઆરી, 1973ના રોજ અંધજન કલ્યાણ મંડળની સ્થાપના કરવામાં આવી હતી. મંડળ દ્વારા બ્રેઇલ સાહિત્યનું પુન:પ્રકાશન, અંધજન છાત્રાલય, ગૃહ શિક્ષણ, સ્વયં રોજગાર, બ્રેઇલ પુસ્તકાલય, સહિતના કાર્યો કરવામાં આવે છે.

અંધજન કલ્યાણ મંડળના મંત્રી જી.જે વાછાણીએ જણાવ્યું હતું કે, રાજકોટમાં કાંતા સ્ત્રી વિકાસ ગૃહ સામે હનુમાનજીની ડેરી પાસે મંડળ દ્વારા નિ:શુલ્ક છાત્રાલય ચલાવવામાં આવે છે. જેમાં ધો.1 થી 12ના 70 વિદ્યાર્થીઓ તથા 10 વૃધ્ધો રહે છે. અહીં રહેવાની, જમવાની તથા અભ્યાસની સુવિધા આપવામાં આવે છે. સાથે સંગીતની તાલીમ પણ અપાય છે. દાતા અને સરકારના સહયોગથી સંસ્થા ચાલે છે.

સૌરાષ્ટ્રમાં બ્રેઇલ સાહિત્યનું પ્રકાશન થતું હતું. તેથી મંડળ દ્વારા 15 ઓગસ્ટ, 1973માં બ્રઇલ સંદેશ નામનો ત્રિમાસિક અંક શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં નેત્રહીનોને છેલ્લામાં છેલ્લા સમાચાર, અંધ માટે ઉપયોગી શોધ, નૂતન વિચાર, સાહિત્ય, લેખો, કાવ્યો વગેરે સાહિત્ય આપવામાં આવે છે. સમગ્ર દેશમાં બ્રઇલ સંદેશ એક એવું સામયિક છે કે જે નેત્રહીનોને વિનામૂલ્યે ઘર બેઠા મળી રહ્યું છે. હવે ત્રિમાસિકના બદલે માસિક અંક બહાર પડે છે.

શિક્ષણ અને આૈદ્યોગિક તાલીમ લેતા પ્રજ્ઞાચક્ષુ ભાઇઓે માટે છાત્રાલય ચલાવવામાં આવે છે. ઉપરાંત નેત્રહીનોના હક્કોનું રક્ષણ કરવા કામગીરી કરવામાં આવે છે. પ્રજ્ઞાચક્ષુઓને સરકારની યોજનાનો લાભ મળે તે માટે પણ માર્ગર્દશન અપાય છે. વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપવામાં અાવે છે. અંધજન માટે મેરેજ બ્યૂરો ચલાવામાં આવે છે. સંસ્થા દ્વારા ચાલતા ફિઝિયોથેરાપી સારવાર કેન્દ્રમાં એક્યુપ્રેશર અને ફિઝિયોથેરાપી અંગે તબીબી જ્ઞાન આપવામાં આવે છે. જેથી નેત્રહીન સ્વરોજગારી મેળવી શકે.

અંધજન કલ્યાણ મંડળ દ્વારા સંગીતનો વર્ષનો કોર્સ ચલાવવામાં આવે છે. જેમાંથી સંગીતનું જ્ઞાન મેળવી 250થી વધુ અંધજનોને સરકારી શાળામાં સંગીતના શિક્ષક તરીકે ફરજ બજાવે છે, તેમજ અનેક સ્વરોજગારી મેળવી સમાજમાં સ્વમાનભેર જીવન જીવી રહ્યા છે.

અંધજનોની સેવા કરવા માટે પીએચડીનો અભ્યાસ છોડી દીધો

} અંધજન મનોરંજન ક્લબની સ્થાપના

નેત્રહીનલોકોનાજીવનમાં મનોરંજનના માધ્યમથી ખુશી, પ્રકાશ ફેલાવા માટે 20 માર્ચ 1988ના વિશ્વઅપંગ દિને અંધજન મનોરંજન ક્લબની સ્થાપના કરવામાં આવી છે. દર મહિનાના ત્રીજા રવિવારે સાંજે 5 વાગ્યે રાજકોટના અંધ ભાઇ - બહેનો મંડળના કાર્યાલયે એકઠા થાય છે. જેમાં જુદા જુદા કાર્યક્રમો રજૂ કરવામાં આવે છે. ઉપરાંત અંધજનો પણ પોતાની લાગણી તેમજ અનુભવો રજૂ કરી શકે તેવા પણ કાર્યક્રમોનું સમયાંતરે આયોજન કરવામાં આવે છે.

} સૌરાષ્ટ્રનો સૌપ્રથમ બ્રેઇલ પ્રેસ

સૌરાષ્ટ્ર-કચ્છમાં બ્રેઇલલિપિના પુસ્તકો છાપવા માટે એક પણ પ્રેસ હતો. તેથી અંધજન કલ્યાણ મંડળ દ્વારા 1993માં બ્રેઇલ પ્રેસનો પ્રારંભ સ્વ.રંભાબેન સવદાસભાઇ કાલરિયા ટ્રસ્ટની સહાયથી કરવામાં આવ્યો છે. પ્રેસ દ્વારા નેત્રહીન વિદ્યાર્થીઓને પાઠ્ય પુસ્તકો તેમજ અન્ય સાહિત્ય આપવામાં આવે છે. બ્રેઇલ સંદેશ માસિકનું છાપકામ અહીં થાય છે. જેની નકલ અમેરિકા, લંડન, મુબંઇ, રાજસ્થાન, સહિતના શહેરોમાં નિ:શુલ્ક મોકલવામાં આવે છે. હાલ પ્રેસમાં સ્વિડનની કંપનીનું મશીન છે. જેનું સંચાલન એ.એસ. કોમલ કરી રહ્યા છે.

} બ્રેઇલ પુસ્તકાલયમાં પાંચ હજારથી વધુ પુસ્તકો

પ્રજ્ઞાચક્ષુપોતાનોવાંચન શોખ કેળવી શકે તે માટે 26 જાન્યુઆરી, 1979ના બ્રેઇલ પુસ્તકાલયની સ્થાપના કરવામાં અવી છે. પુસ્તકાલયમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી બ્રેઇલ પુસ્તકો તેમજ 15 જેટલા સામયિકો ઉપલબ્ધ છે. શાસ્ત્રી ડોંગરેજી મહારાજનું ભાગવત રહસ્ય, મોરારિદાસબાપુની રામાયણના 25 ભાગ બ્રેઇલમાં તૈયાર કરી રાખવામાં આવ્યા છે. ઉપરાંંત બાળ સાહિત્ય, નવલકથા, સંગીતને લગતા પુસ્તકો ઉપલબ્ધ છે. પુસ્તકાલય પી.ડી.એમ. કોલેજના કેમ્પસમાં ચાલે છે.

અંધજન કલ્યાણમંડળના મંત્રી જી.જે.વાછાણી મૂળ ધોરાજીના છે. તેઓ મુંબઇમાં 1971માં બી.એ., એમ.એ. પૂર્ણ કરી પીએચડી. કરતા હતા ત્યારે રાજકોટના પુરુષોત્તમભાઇ ગાંધી અને ભીખાભાઇ શાહે રાજકોટમાંં અંધજન માટે કામ કરવા અનુરોધ કરતાં વાછાણી અંધ હોવાથી પોતાનો અભ્યાસ પડતો મૂકી રાજકોટમાં મંડળની સ્થાપના કરી હતી.