• Gujarati News
  • ભાસ્કર ન્યૂઝ. રાજકોટ

ભાસ્કર ન્યૂઝ. રાજકોટ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. રાજકોટ

સૌરાષ્ટ્રમાંઘરેલુ તેલના ભાવમાં ઘટ્યા મથાળેથી ધીમો ઘટાડો જોવા મળ્યો હતો. નવી સિઝનની શરૂઆતે પૂર્વે બજારમાં ધીમી લેવાલી અને સાધારણ કામકાજ વચ્ચે સિંગતેલમાં રૂ.10 અને કપાસિયા તેલમાં રૂ.પાંચ ઘટ્યા હતા. સ્થાનિકમાં સિંગતેલમાં 5-7 ટેન્કર અને કપાસિયા તેલમાં 8-10 ટેન્કરના કામકાજ હતા. સિંગતેલ લુઝ રૂ.10 ઘટી રૂ.735-740, તેલિયા રૂ.15 તૂટી રૂ.1150-1151 અને નવા ટીન 15 કિલો રૂ.10 ઘટીને રૂ.1305-1310ની સપાટીએ પહોંચ્યું હતું. કપાસિયા વોશ રૂ.8 ઘટી રૂ.597-600, કપાસિયા ટીન રૂ.1065-1085 અને પામોલિન રૂ.પાંચ ઘટીને રૂ.810ના ભાવે જોવા મળ્યું હતું. અન્ય તેલના ભાવ એકંદરે સ્થિર રહ્યા હતા. સૌરાષ્ટ્રમાં 15,000 ગુણી મગફળીની આવક વચ્ચે રાજકોટ ખાતે રૂ.720-860 અને જામનગર ખાતે રૂ.680-720ના ભાવે મગફળીના કામકાજ થયા હતા. સિંગદાણામાં નિકાસ માગ નબળી રહેતા ખાસ વેપાર હતા અને ભાવ પણ એકંદરે જળવાયેલા રહ્યા હતા. સારા ઉત્પાદન અને ધીમી માગ વચ્ચે મલેશિયામાં પામનો સ્ટોક ઓગસ્ટ મહિનાના અંતે વધીને એક વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યો હોવાના સમાચાર હતા.
જીરુંના ભાવમાં નરમાઇ
લેવાલીના અભાવે એરંડા વાયદામાં નરમાઇ
ખેડૂતોની સારીવેચવાલી વચ્ચે ઊંઝા ખાતે જીરુંના ભાવમાં ઘટાડાની ચાલ જોવા મળી હતી. વરસાદને કારણે ઊંઝા ખાતે વેપાર સાધારણ હતા. ઊંઝામાં 8000-8500 બોરી આવક અને 5000-6000 બોરીના વેપાર હતા. રાજકોટ ખાતે 700-800 બોરી આવક હતી. ઊંઝા ખાતે રૂ.10-15નો ઘટાડો હતો. સ્થાનિકમાં સારા માલના રૂ.1975-2025, મિડિયમ માલના રૂ.1825-1850 અને હલકા માલના રૂ.1775-1825ના ભાવ હતા.
ગુજરાતમાં વરસાદીવાતાવરણ વચ્ચે એરંડામાં લેવાલી ઓછી રહેતા વાયદા અને હાજરના ભાવમાં ઘટાડાતરફી ચાલ જોવા મળી હતી. ગુજરાતમાં પડી રહેલા વરસાદને કારણે ગુજરાત બાજુ આવક ઓછી હતી અને હાજરમાં કામ ઘટ્યા હતા. બીજીતરફ સતત પડી રહેલા વરસાદને કારણે ફોરેનની લેવાલી પણ અટકી ગઇ હોવાથી મનોવૃત્તિ બદલાઇ હતી. ગુજરાતમાં 10,000-12,000 ગુણી આવક-ભાવ રૂ.780-790 તેમજ સૌરાષ્ટ્રમાં 1300-1400 ગુણી આવક-ભાવ રૂ.755-765 થયો હતો. રાજકોટ કોમોડિટી એક્સચેન્જ ખાતે એરંડા સપ્ટેમ્બર વાયદો રૂ.40 તૂટી 4045, ડિસેમ્બર એરંડા રૂ.39 ઘટીને 4242 અને હાજર એરંડા રૂ.3912.50ના ભાવે હતું. દિવેલ રૂ.10 ઘટી રૂ.815ના ભાવે પહોંચ્યું હતું.
સિંગતેલ, કપાસિયામાં પ્રત્યાઘાતી ઘટાડો