• Gujarati News
  • આરોપીને પકડવા તપાસનો ધમધમાટ

આરોપીને પકડવા તપાસનો ધમધમાટ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેવભૂમિદ્વારકા જિલ્લામાં ઓખાથી દ્વારકા સ્પીડ પોસ્ટ દ્વારા એક પાર્સલ આવ્યુ હતું. તો પાર્સલ ગ્રાહકે સ્વીકાર્યુ હતું અને પોસ્ટઓફીસે પડયુ રહયુ હતું. તેવામાં પોસ્ટ માસ્તરને શંકા જતાં તુરંત પોલીસને જાણ કરી હતી અને સનસનીખેજ રીતે સાડા ત્રણ કીલો વજન ધરાવતા પાર્સલમાંથી દેશી બોમ્બ નીકળતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.
દ્વારકાના નરસંગ ટેકરી, રામેશ્વર રોડ પર રહેતા ધર્મ ઇશ્વરલાલના નામે ઓખાથી એક પાર્સલ ગત બુધવારના રોજ સ્પીડપોસ્ટ મારફત મોકલવામાં આવ્યુ હતું. જે પાર્સલનો ધર્મ દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો હતો. આથી પાર્સલ ઓખા પોસ્ટઓફીસ ખાતે પડયુ રહયુ હતું. દરમિયાનમાં પોસ્ટ માસ્તરને શંકા જતા મરીન પોલીસને જાણ કરાઇ હતી.
મરીન પોલીસના પીએસઆઇ મયંક પંડયાને વધુ શંકા જતાં તેમના દ્વારા જિલ્લા પોલીસ વડાને જાણ કરાઇ અને તમામ સુરક્ષા એજન્સીઓને બોલાવી લેવામાં આવી હતી. દરમિયાન બોમ્બ ડીફયુઝ એજન્સી દ્વારા દેશી બોમ્બ હોવાનુંબ જાહેર થતાં પાર્સલને ડીફેન્સ એરિયામાં ટાઇગર પોઇન્ટના દરિયાકિનારે લઇ જવામાં આવ્યુ હતું અને તમામ સુરક્ષા એજન્સી વચ્ચે બોમ્બ ડીફયુઝ કરાયો હતો. બનાવના લીધે સમગ્ર દેવભૂમિ દ્વારકામાં મોડી રાત્રી સુધી એલર્ટ જાહેર કરી દેવાયો હતો. અને સમગ્ર ચેકપોસ્ટ પર નાકાબંધી કરી દેવામાં આવી હતી.
પોસ્ટના પાર્સલમાંથી
દેશી બોમ્બ નીકળ્યો
ઓખાથી જામનગર સુધી ખળભળાટ મચી ગયો
પાર્સલ ઓખા પોસ્ટ ઓફીસેથી એક અઠવાડીયા પહેલા ડમી નામે રજીસ્ટ્રેશન કરાવી સ્પીડ પોસ્ટ દ્વારા મોકલવામાં આવ્યુ હતું.
પાર્સલ ડમી નામથી અઠવાડિયા પહેલા મોકલાવ્યું
પાર્સલ જેના નામ પર આવ્યુ હતું એવા ધર્મની પૂછપરછ કરતા તેણે શંકા પોતાના રાજકોટ સ્થિત સાળા ભરત કોળી તરફ દર્શાવી હતી. પોલીસે પણ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
રાજકોટના શખ્સ તરફ શંકાની સોંય