• Gujarati News
  • { કેટલાક વિદ્યાર્થીઓ અન્ય સ્થળે અભ્યાસ કરતા હોવાનું પણ ખુલ્યું

{ કેટલાક વિદ્યાર્થીઓ અન્ય સ્થળે અભ્યાસ કરતા હોવાનું પણ ખુલ્યું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
{ કેટલાક વિદ્યાર્થીઓ અન્ય સ્થળે અભ્યાસ કરતા હોવાનું પણ ખુલ્યું
{ અમરેલીની ગજેરા બીએડ્ કોલેજમાં પણ ચેકિંગ, કંઇ વાંધાજનક મળ્યું
ભાસ્કરન્યૂઝ. રાજકોટ
રાજકોટસહિત સૌરાષ્ટ્રની કેટલીક બીએડ્ કોલેજોમાં ચાલતું લોલંલોલ બંધ કરવા માટે શિક્ષણ વિદ્યાશાખાના ડીન દ્વારા સરપ્રાઇઝ ચેકિંગની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ત્રંબા પાસે આવેલી ભરાડ બીએડ્ કોલેજમાં ગેરરીતિ ચાલતી હોવાનું પ્રાથમિક તબક્કે બહાર આવ્યું છે. 100માંથી 55 વિદ્યાર્થીઓ ચેકિંગ સમયે ગેરહાજર હતા. તેમજ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોલેજનું એડ્રેસ જણાવવામાં આવ્યું છે. તેના બદલે અન્ય સ્થળે બીએડ્ના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવતો હોવાની ગંભીર વિગતો નજર સમક્ષ આવી છે. બાબતે આગામી એકાદ બે દિવસમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાવાહકોને ધગધગતો રિપોર્ટ કરાય તેવી પણ શક્યતા છે. અમરેલીની ગજેરા બીએડ્ કોલેજમાં પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું. જો કે, ત્યાંથી કંઇ વાંધાજનક બાબતો જણાઇ આવી હતી. આમ છતાં મુદ્દે સત્તાિધશોને રજૂઆત કરાશે.
યુનિવર્સિટીના સત્તાવાહકોને રિપોર્ટ કરાય તેવી સંભાવના
ભરાડ કોલેજમાં બીએડ્ના 50 ટકા વિદ્યાર્થી ગેરહાજર