• Gujarati News
  • રાજકોટડેરી જેવી સહકારી સંસ્થા દૂધ બનાવવાના પ્રોસેસ બાદ વધેલો

રાજકોટડેરી જેવી સહકારી સંસ્થા દૂધ બનાવવાના પ્રોસેસ બાદ વધેલો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટડેરી જેવી સહકારી સંસ્થા દૂધ બનાવવાના પ્રોસેસ બાદ વધેલો વેસ્ટ જાહેરમાં નિકાલ કરીને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવા જેવી ગુનાહિત બેદરકારી કરતા પકડાઇ છે. મનપાએ ડેરીને રૂ.10 હજારનો દંડ ફટકાર્યો હતો.
શહેરના વોર્ડ નં.17માં દૂધસાગર રોડ પર આવેલી રાજકોટ ડેરીમાંથી નીકળતો વેસ્ટ નદીકાંઠે ખુલ્લામાં નિકાલ કરી દેવામાં આવતા આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને દુર્ગંધથી ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે એવી ફરિયાદ કોઇએ મનપાને કરતા ડેપ્યુટી પર્યાવરણ ઇજનેર પ્રજેશ સોલંકી સહિતનો સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો. તપાસ કરતા છેક નદીકાંઠાના વિસ્તારો સુધી મિલ્ક વેસ્ટ રોડ પર નદીની જેમ ભરાયો હતો. રોડ ચિકાશયુકત થઇ જવાની સાથે માથુ ફાડી નાંખે એવી દુર્ગંધ આવતી હતી. રોડ સાફ કરવા માટે બે ફાયર ફાઇટર બોલાવવા પડ્યા હતા. અડધો કલાક સુધી રોડ પર પ્રેસર સાથે પાણીનો મારો ચલાવવો પડ્યો હદે રોડ ચિકાસવાળો થઇ ગયો હતો. આવી ગંભીર બેદરકારી દાખવવા બદલ ડેરીને રૂ.10 હજારનો દંડ અને સાત દિવસમાં ખુલાસો કરવામાં નહીં આવે તો કડક પગલાં લેવાશે.
રાજકોટ ડેરીને વેસ્ટ
રોડ પર ફેંકવા બદલ દંડ