• Gujarati News
  • માલધારીઓ માટેના કાર્યક્રમનો ધબડકો

માલધારીઓ માટેના કાર્યક્રમનો ધબડકો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વન-ડે,વન-વોર્ડ અભિયાનમાં મંગળવારે વોર્ડ નં.8માં મ્યુનિ. કિમશનર વિજય નેહરાએ વોર્ડ યાત્રા કર્યા બાદ રાત્રે પ્રબુધ્ધ નાગરિકોની મિટિંગ પૂર્વે યોજાતી માલધારીઓની બેઠકનો ફિયાસ્કો થયો હતો. માલધારીઓને સંદેશો આપવા માટે ભાજપ માલધારી સેલના આગેવાનોને જવાબદારી સોંપાઇ હતી, પરંતુ વિધાનસભાની પેટાચૂંટણી માટે ટંકારા ચાલ્યા જતા માલધારીઓ સુધી સમય અને સ્થળની જાણકારી પહોંચી શકતા ખુદ મેયર રક્ષાબેનને એક કલાક સુધી રાહ જોવી પડી હતી. વધીને સાતથી આઠ માલધારી આવ્યા હતા.
શહેરમાંથી રખડતાં ઢોરની સમસ્યાને જડમૂળથી કાઢવા માટે ઢોરના રજિસ્ટ્રેશનની ઝુંબેશ ચાલી રહી છે. 30 સપ્ટેમ્બર સુધી રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલશે. પછી જે ઢોરનું રજિસ્ટ્રેશન નહીં થયું હોય અને મનપાના હાથે પકડાશે તો કાયમ માટે પાંજરાપોળમાં ધકેલી દેવામાં આવનાર છે.
મંગળવારે વોર્ડ નં.8માં માલધારીઓની મિટિંગ રાખવામાં આવી હતી. સમય રાત્રે આઠ વાગ્યે અને સ્થળ કિશોરસિંહજી સ્કૂલ નક્કી થયા હતા. તેની જાણ કરવા માટે ભાજપ માલધારી સમાજ સેલના વિસ્તારના આગેવાનોને સોંપવામાં આવી હતી, પરંતુ તેઓ વિધાનસભાની ટંકારા બેઠક માટે ચૂંટણી પ્રચારમાં ચાલ્યા ગયા હતા. જાણકારીના અભાવે વોર્ડના માલધારીઓની સંખ્યા થઇ શકી હતી. માલધારીઓ સાથે સંવાદસેતુ રચવા આવેલા મેયર રક્ષાબેન બોળિયાને એક કલાક રાહ જોવી પડી હતી. આમ, કાર્યક્રમનો િફયાસ્કો થયો હતો.
માલધારીઓને મિટિંગનો સંદેશો પહોંચ્યો, રજિસ્ટ્રેશનનો ફિયાસ્કો