• Gujarati News
  • જામનગર અને ધ્રોલમાં 3મી.મી.વરસાદ

જામનગર અને ધ્રોલમાં 3મી.મી.વરસાદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાવરકુંડલામાં પોણો ઈંચ,

રાજકોટ,રાજુલામાં ઝાપટાં

સોરઠમાં મેઘવિરામ, કેશોદમાં ઝરમર

સૌરાષ્ટ્રમાંભારે વરસાદની આગાહી વચ્ચે શુક્રવારે અમરેલી િજલ્લાના રાજુલામાં પોણો ઈંચ વરસાદ વરસ્યો હતો. જયારે કાિઠયાવાડના અન્ય િવસ્તારોમાં માત્ર ઝાપટાં પડ્યા હતા.

હવામાન િવભાગે આગાહી કરી હતી કે, શુક્રવાર સુધી સૌરાષ્ટ્રના કેટલાક િવસ્તારોમાં ભારેથી અિતભારે વરસાદ પડી શકે તેમ છે. જો કે શુક્રવારે એક માત્ર રાજુલામાં પોણો ઈંચ વરસાદ પડ્યો હતો. જયારે િજલ્લાના રાજુલા અને ખાંભામાં માત્ર ઝાપટાં પડ્યા હતા. બન્ને સ્થળે અનુક્રમે 6 અને 10 મી.મી. વરસાદ થયો હતો. જો કે આકાશમાં હજુ વાદળોનું સામ્રાજ્ય હોય વધુ વરસાદ પડવાની સંભાવના છે.

રાજકોટ િજલ્લામાં ગોંડલમાં શુક્રવારે મોડીસાંજે એક ઝાપટું વરસી ગયું હતું. રાજકોટ શહેરમાં પશ્ચિમ િવસ્તારમાં સાંજે બે ઝાપટાં પડી ગયા હતા. જયારે જામનગર િજલ્લામાં ધ્રોલમાં 2 મી.મી. અને લાલપુરમાં 5 મી.મી. વરસાદ નોંધાયો હતો. મોડીસાંજ બાદ આકાશ ચોખ્ખું થઈ ગયું હતું અને સૂર્યનારાયણે દર્શન દીધા હતા.

મેઘરાજાએ વર્ષે સૌથી વધુ જયાં કૃપા વરસાવી છે તે સોરઠ પંથકના મોટાભાગના િવસ્તારોમાં શુક્રવારે વરસાદે ખમૈયા કર્યા હતા. જૂનાગઢ શહેર, કેશોદ, મેંદરડા અને િવસાવદરમાં છૂટાછવાયા સ્થળે ઝાપટાં પડ્યા હતા. જો કે વરસાદી માહોલ યથાવત રહ્યો હતો. ખેડૂતો ફરી ખેતીકામમાં જોતરાયા હતા.