• Gujarati News
  • મકાનના પૈસા મુદ્દે બે યુવાન પર સાત શખ્સોનો હુમલો

મકાનના પૈસા મુદ્દે બે યુવાન પર સાત શખ્સોનો હુમલો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લક્ષ્મીનગરપાસેના ગૌતમનગરમાં રહેતો અશરફ અલારખાભાઇ મેતર તથા અંકુર સોસાયટીમાં રહેતો તેનો પિતરાઇ કૌશર સલિમભાઇ મેતર ગુરુવારે રાત્રિના ગૌતમનગરમાં હતા ત્યારે રાજુ મકવાણા, મનોજ મકવાણા, સુરેશ મકવાણા તથા ચાર અજાણ્યા શખ્સો ધસી આવ્યા હતા અને મેતર બંધુ પર ધોકા-પાઇપથી તૂટી પડ્યા હતા. હુમલામાં ઘવાયેલા બંને ભાઇઓને હોસ્પિટલમાં ખસેડાયા હતા. અશરફે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના પિતરાઇ કૌશરે અગાઉ ઇમરાન ચૌધરીને મકાન બનાવવા પાંચ લાખ આપ્યા હતા અને તે રકમ પરત કરતો નથી. જે મુદ્ે તેના િમત્રોએ હુમલો કર્યો હતો.