• Gujarati News
  • રૈયાધારમાંવાયર બાળવાના મુદ્દે મારામારી થતા ત્રણ ઘવાયા હતા. છોટુનગર

રૈયાધારમાંવાયર બાળવાના મુદ્દે મારામારી થતા ત્રણ ઘવાયા હતા. છોટુનગર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રૈયાધારમાંવાયર બાળવાના મુદ્દે મારામારી થતા ત્રણ ઘવાયા હતા. છોટુનગર મફતિયાપરામાં રહેતો કિશન રામુભાઇ ધધાણિયા (ઉ.વ.25) અને તેની પત્ની રમીલા (ઉ.વ.23) રૈયાધારમાં રહેતા તેના બાઇ ભરતના ઘરે ગયા હતા. ભંગારમાં આવેલો વાયર ભરત બાળતો હોય પાડોશમાં રહેતા હીરા દેવજી, પ્રકાશ ડાયા, કિશોર રાજુ તથા આશા ધસી અાવ્યા હતા અને વાયર બાળવાની ના કહી ગાળો ભાંડવા લાગ્યા હતા. ગાળો દઇ રહેલા તત્ત્વોને કિશને ટપારતા ચારેય શખ્સો તેના પર છરી પાઇપથી તૂટી પડ્યા હતા. કિશનને બચાવવા દોડેલી તેની પત્ની અને ભાઇને પણ હુમલાખોરોએ મારમાર્યો હતો. મારામારીમાં ઘવાયેલા ત્રણેયને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.

રૈયાધારમાં પાડોશીઓ બાખડ્યા, ત્રણ ઘવાયા