• Gujarati News
  • ગત વર્ષે માત્ર 40 ટકા જેટલી શાળામાં ઈન્સ્પેકશન થયું

ગત વર્ષે માત્ર 40 ટકા જેટલી શાળામાં ઈન્સ્પેકશન થયું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યનાશિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે જિલ્લાની 90 ટકા શાળામાં ઇન્પેક્શન કરી તેનો રિપોર્ટ કરવા પરિપત્ર જારી કરાયો છે, પરંતુ રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ પરિપત્રનું કોઇ મહત્ત્વ હોય તે રીતે ગત વર્ષે માત્ર 40 ટકા શાળાઓમાં ઇન્સ્પેક્શનની કામગીરી કરી હતી.

રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી એસ.વી.રાજશાખાએ જણાવ્યું હતું કે જિલ્લામાં કુલ 1100 થી વધુ સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર શાળાઓ આવેલી છે જેમાંથી ગત વર્ષે 400 જેટલી શાળાઓનું ઇન્સ્પેક્શન કરાયું છે.

સ્ટાફના અભાવે ઓછી શાળામાં ઇન્સ્પેક્શન

ડીઇઓએસ.વી.રાજશાખાએજણાવ્યું હતું કે હાલમાં એક પણ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર નથી તેમજ એ.ઇ.આઇ. (મદદનીશ શિક્ષક નિરીક્ષક) ની સંખ્યા પણ મહેકમ કરતા ઓછી છે જેના કારણે સ્ટાફનો અભાવ રહેતો હોય તેથી ઓછી શાળાઓમાં ઇન્સ્પેક્શન થયું છે.

શિક્ષણ વિભાગના પરિપત્રનો ઉલાળિયો