• Gujarati News
  • ધોરાજીપંથકનાપ્રૌઢાએ રાજકોટ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડી દેતા રાજકોટમાં

ધોરાજીપંથકનાપ્રૌઢાએ રાજકોટ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડી દેતા રાજકોટમાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધોરાજીપંથકનાપ્રૌઢાએ રાજકોટ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડી દેતા રાજકોટમાં સતત બીજા દિવસે સ્વાઇન ફલૂથી દર્દીનું મોત નીપજ્યું હતું.

ધોરાજીના છાડવાવદર ગામે રહેતા કુસુમબેન લાડાણી શરદી-તાવમાં પટકાયા હતા. તેમની હાલત ગંભીર થવા લાગી હતી. ગત 8મી સપ્ટેમ્બરના કુસુમબેનને રાજકોટની ગિરિરાજ હોસ્પિટલમાં ખસેડાયા હતા. દરમિયાન પ્રૌઢાનો સ્વાઇન ફલૂ રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર શરૂ કરાઇ હતી. જોકે, કુસુમબેનને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી હતી અને અંતે તેમનું સારવાર દરમિયાન શુક્રવારે મોત નીપજ્યું હતું. ફાયર બ્રિગેડ સ્ટાફે પ્રૌઢાની રાજકોટ ખાતે અંતિમ વિધિ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુરુવારે જસદણ પંથકના પ્રૌઢાનું સ્વાઇન ફલૂથી મોત નીપજ્યું હતું. રાજકોટમાં સતત બે દિવસમાં બે દર્દીનાં મોત નીપજતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઇ હતી.

ગોંડલ પંથકના બેને રાજકોટ ખસેડાયા

ગોંડલતાલુકાનાખડવંથલી ગામના રાધાબેન મારકણા અને કોટડા સાંગાણીના સતાપરના દીપકભાઇ લીંબડિયા કેટલાક દિવસથી શરદી-તાવમાં પટકાયા હતા. બંને દર્દીઓએ ગોંડલની ખાનગી હોસ્પિટલમાં નિદાન કરાવતા બંનેને સ્વાઇન ફલૂ હોવાની શંકાએ તબીબોએ બંનેને વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

વાતાવરણમાં ઠંડક પ્રસરતા મહામારીએ માથું ઊંચક્યું

છાડવાવદરના પ્રૌઢાએ સારવારમાં દમ તોડ્યો

રાજકોટમાં સ્વાઇન ફલૂથી વધુ એક પ્રૌઢાનું મોત