• Gujarati News
  • સિંગતેલ,પામોલિનમાં રૂ.10 અને કપાસિયા તેલમાં રૂ.પાંચ સુધર્યા હતા. સ્થાનિકમાં

સિંગતેલ,પામોલિનમાં રૂ.10 અને કપાસિયા તેલમાં રૂ.પાંચ સુધર્યા હતા. સ્થાનિકમાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સિંગતેલ,પામોલિનમાં રૂ.10 અને કપાસિયા તેલમાં રૂ.પાંચ સુધર્યા હતા. સ્થાનિકમાં સિંગતેલમાં 7-8 ટેન્કર અને કપાસિયા તેલમાં 35-40 ટેન્કરના કામકાજ હતા. સિંગતેલ લુઝ રૂ.પાંચ વધી રૂ.740-745, તેલિયા રૂ.7 વધી રૂ.1157-1158 અને નવા ટીન 15 કિલો રૂ.10 વધી રૂ.1315-1320ના ભાવે પહોંચ્યા હતા. કપાસિયા વોશ રૂ.8 વધી રૂ.605-608, કપાસિયા ટીન રૂ.પાંચ વધી રૂ.1070-1090 અને પામોલિન રૂ.10 વધી રૂ.820ના ભાવે જોવા મળ્યું હતું. રાજકોટ ખાતે રૂ.10,000-15,000 ગુણી મગફળીની આવક વચ્ચે રાજકોટ ખાતે રૂ.730-920 અને જામનગર ખાતે રૂ.680-720ના ભાવે મગફળીના કામકાજ થયા હતા.

ગુજરાતમાં એરંડાના પાકનું સારું ચિત્ર, હાજરમાં વેચવાલીનું પ્રેશર અને હાજરમાં ફોરેનની લેવાલીના અભાવ વચ્ચે એરંડા વાયદા અને હાજરમાં નરમાઇતરફી ચાલ જોવા મળી હતી.

એક દિવસમાં ઊંઝા, પાટણ અને ડીસાના 800 ગાડીના રૂ.782-795ના ભાવે કામકાજ થયા હોવાની બજારમાં ચર્ચા હતી. ગુજરાતમાં 7000-8000 ગુણી આવક-ભાવ રૂ.770-780 અને સૌરાષ્ટ્રમાં 1000-1100 ગુણી આવક-ભાવ રૂ.745-755 થયો હતો. બુલિયન બજારમાં સોના અને ચાંદીના ભાવ તૂટ્યા હતા. મુંબઇ ખાતે સોનું રૂ.27,000 નજીકના ભાવે જોવા મળ્યું હતું. અમેરિકામાં અર્થતંત્રમાં સુધારાના સંકેતો વચ્ચે હાજરમાં સોનું 1235 ડોલર હતું. જે સાત મહિનાના નીચા ભાવે જોવાયું હતું.રાજકોટ ખાતે સોનું રૂ.70 ઘટી રૂ.27,330 ચાંદી રૂ.450 ઘટી રૂ.40,650ના બંધ ભાવે હતી. મુંબઇ ખાતે સોનું રૂ.135 ઘટી રૂ.27,060 અને ચાંદી રૂ.190 ઘટી રૂ.41,710ની સપાટીએ પહોંચી હતી.

{વૈિશ્વક સોનું સાત મહિનાની નીચી સપાટીએ

સિંગતેલ-કપાસિયા, પામોલિન વધ્યું : સોનામાં એકધારી મંદી