• Gujarati News
  • દબાણને દૂર કરતા પૂર્વે સુવિધાનું કમિશનરનું પગલું

દબાણને દૂર કરતા પૂર્વે સુવિધાનું કમિશનરનું પગલું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટનામાર્ગો પરથી શાકમાર્કેટનું દબાણ દૂર કરતા પૂર્વે વૈકલ્પિક વ્યવસ્થા કરવાનું પ્રથમ પગલું મ્યુનિ.કમિશનરે જંક્શનમાં લીધું છે. મેઇન રોડ પર બેસતા બકાલીઓને નજીકમાં આવેલા મનપાના કોમ્યુનિટી હોલના સેલરમાં હોકર્સ ઝોન બનાવીને ત્યાં જગ્યા ફાળવી દીધી છે. શુક્રવારે 67 બકાલીઓને રીતે જગ્યાની સોંપણી કરી દેવાઇ હતી.

મ્યુનિ. કમિશનર વોર્ડ યાત્રામાં હતા ત્યારે જંક્શન મેઇન રોડ પરથી ફેરણીમાં નીકળ્યા હતા. દરિમયાન રોડ પર ભરાતી શાકમાર્કેટના દબાણથી સર્જાતી ટ્રાફિક સમસ્યાનો કડવો અનુભવ પણ લીધો હતો. બરોબર અરસામાં જ્યુબિલી રોડને ઝીરો ટોલરન્સ જાહેર કરીને રોડ પર બેસતા બકાલીઓને દૂર કરવામાં આવ્યા હતા. વખતે દિવ્ય ભાસ્કરે એવું ધ્યાન દોર્યું હતું કે, રીતે બકાલીઓને દૂર કરવાથી સમસ્યાનો અંત નહીં આવે, પહેલા વૈકિલ્પક વ્યવસ્થા કરી આપવામાં આવે તો લોકોને શાકમાર્કેટ અને બકાલીઓને જગ્યા મળી જાય. કમિશનરે દિશામાં પગલું ભરીને જંક્શન રોડના બકાલીઓને ગુરુનાનક હોલના સેલરમાં બંધ પડેલા થડામાં જગ્યા આપીને ત્યાં શુક્રવારથી હોકર્સ ઝોન ચાલુ કરી દેવામાં આવ્યું છે.

જૂના બકાલીઓની ફાળવણી રદ કરીને નવાને લાભ અપાયાનો વિવાદ

કોમ્યુનિટીહોલનાસેલરમાં 68 બકાલીઓને જગ્યાની સોંપણી કરવામાં આવી છે. જો કે સોંપણી વખતે મોટો વિવાદ થયો હતો. સંખ્યાબંધ વેપારીઓએ એવો દેકારો કર્યો હતો કે, અગાઉ તેમને જગ્યા ફાળવી હતી. હાલ જેમને જગ્યા આપવામાં આવી છે નવા બકાલીઓ છે. અમારી ફાળવણી શા માટે રદ કરવામાં આવી, અંગે એસ્ટેટ ઓફિસર નરેન્દ્ર રાવલના કહેવા મુજબ જૂના બકાલીઓ અંદર બેસતા હતા એટલે ફાળવણી રદ કરી નાખવામાં આવી છે.

જંક્શન રોડના બકાલીઓનું હોલના સેલરમાં સ્થળાંતર