- Gujarati News
- ઠંડીમાં સામાન્ય ઘટાડો, તાપમાન 1.5 ડિગ્રી વધ્યું: રાજકોટમાં 13.3
ઠંડીમાં સામાન્ય ઘટાડો, તાપમાન 1.5 ડિગ્રી વધ્યું: રાજકોટમાં 13.3
4 શહેરોમાં લઘુતમ તાપમાન 10 ડિગ્રીથી નીચે નોંધાયું
ભાસ્કરન્યૂઝ. રાજકોટ
ઠંડીમાંસામાન્ય ઘટાડો થયો છે. શનિવારની સરખામણીએ રવિવારે લઘુતમ તાપમાન 1 થી 1.5 ડિગ્રી જેટલું વધ્યું હતું. ઠંડાં પવનોના કારણે ટાઢોડું યથાવત્ રહ્યું હતું. સૌરાષ્ટ્રના શહેરોમાં 9 ડિગ્રી સાથે જૂનાગઢ સૌથી વધુ ઠંડું રહ્યું હતું.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ હજુ 48 કલાક સુધી ટાઢોડાની અસર રહેશે. રાજકોટમાં 1.5 ડિગ્રી તાપમાન વધ્યું હતું. રવિવારે પારો 13.3 ડિગ્રી નોંધાયો હતો. જૂનાગઢ ઉપરાંત અમરેલીમાં પણ ઠંડી મકરસંક્રાંતિથી ચમકારો બતાવી રહી છે.
શહેર તાપમાન
રાજકોટ 13.3
જૂનાગઢ9.0
જામનગર13.5
અમરેલી10.0
ભાવનગર12.0
દ્વારકા16.6
ઓખા18.8
પોરબંદર13.3
વેરાવળ16.4
સુ.નગર 13.5
ભુજ10.3
નલિયા7.4
અમદાવાદ11.4
વડોદરા12.3
સુરત14.0
ક્યા કેટલી ઠંડી