તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • યુનિવર્સિટીની દીવાલો માટે લાખો રૂપિયાનો ખર્ચ પાણીમાં

યુનિવર્સિટીની દીવાલો માટે લાખો રૂપિયાનો ખર્ચ પાણીમાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકીય પક્ષોઅને તેને સંલગ્ન સંસ્થાઓ મોટેભાગે વગર વિચાર્યે કરવાનું કરી નાખે છે. પ્રજાની સેવાના નામે કામ કરતા આગેવાનો પ્રજાને શું નુકસાન થાય છે. તેનો વિચાર કરતાં નથી. રાજકોટ એનએસયુઆઇએ પણ આવું અવિચારી પગલું ભરી લીધું છે. નેક ની ટીમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવવાની હતી. આથી કેમ્પસ પરની દીવાલો અને ભવનોમાં લાખો રૂપિયાના ખર્ચે રંગરોગાન કરવામાં આવ્યા હતાં. હજુ ત્રણ મહિના જેટલો સમય માંડ વીત્યો ત્યાં એનએસયુઆઇના આગેવાનોએ \\\"JOIN NSUI’ ના લખાણથી યુનિવર્સિટીની દીવાલો ચિતરી દીધી છે. 90 દીવસ સુધી રૂડી રૂપાળી લાગતી યુનિવર્સિટી કેમ્પસની દીવાલો હવે, કાબરચિતરી લાગી રહી છે. રંગેરોગાનનો લાખો રૂપિયાના ખર્ચાનું પાણી કરી નાખતાં એનએસયુઆઇને સહેજપણ વિચાર આવ્યો. વિદ્યાર્થીના હિતની વાત કરનારા સંગઠને શૈક્ષણિક સંકુલને ચિતરી માર્યું હતું.