• Gujarati News
  • સેમેસ્ટર 3માં ગણિત અને સેમેસ્ટર 1માં બાયોલોજીનું પેપર

સેમેસ્ટર-3માં ગણિત અને સેમેસ્ટર-1માં બાયોલોજીનું પેપર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સેમેસ્ટર-3માં ગણિત અને સેમેસ્ટર-1માં બાયોલોજીનું પેપર



શિક્ષણબોર્ડ દ્વારા વિજ્ઞાનપ્રવાહ સેમે.1 અને સેમે.3ની પરીક્ષા લેવામાં આવી છે, જેમાં રવિવારે છેલ્લું પેપર છે. ધો.11 વિજ્ઞાનપ્રવાહ (સેમે.1) ની પરીક્ષામાં આજે બાયોલોજીનું પેપર છે અને ધો.12 વિજ્ઞાનપ્રવાહ(સેમે.3) માં ગણિતનું પેપર છે.

શનિવારે સેમે.3માં કમ્પ્યુટર, સંસ્કૃત, ગુજરાતી, મરાઠી સહિતના ભાષાના વિષયોની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં, 9505 વિદ્યાર્થીઓમાં 9448 હાજર રહ્યા હતા, જ્યારે 57 ગેરહાજર રહ્યા હતા. તેવી રીતે સેમે.1માં શનિવારે રસાયણશાસ્ત્રનું પેપર હતું જેમાં, 11097 વિદ્યાર્થીઓમાંથી 11060 હાજર રહ્યા હતા અને 37 ગેરહાજર રહ્યા હતા. બન્ને પેપરો એવરેજ નીકળતા વિદ્યાર્થીઓએ રાહત અનુભવી હતી. વિજ્ઞાનપ્રવાહની પરીક્ષામાં આજે છેલ્લું પેપર છે ત્યરબાદ 20 દિવસના વેકેશનનો પ્રારંભ થશે.

પરીક્ષાનો આજે છેલ્લો દિવસ