• Gujarati News
  • અનેક કિસ્સા બન્યા છે

અનેક કિસ્સા બન્યા છે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અનેક કિસ્સા બન્યા છે

સામાજિક કાર્યકરમુકેશ પટેલે જણાવ્યું હતું કે, અગાઉ પણ આવા કિસ્સાઓ સિવિલમાં બન્યા છે. જેમાં, તત્કાલીન કલેક્ટર એચ. એસ. પટેલ અને અન્યની મધ્યસ્થી બાદ દર્દીને સારવાર મળી છે.

કલેક્ટરે મધ્યસ્થી કરી હોત તો બાળા હડકવાનો ભોગ બની જાત

સિવિલના તબીબે બહારથી ઇન્જેક્શન લાવવાનું કહી કાઢી મૂક્યા

ભાસ્કરન્યૂઝ. રાજકોટ

સિવિલમાંવિકલાંગ દંપતીની પુત્રીને કુતરાએ બચકુ ભર્યાના બનાવમાં તબીબની બેદરકારી સામે આવી હતી.રાજકોટ જિલ્લા કલેક્ટરે મધ્યસ્થી કરી હોત તો ચાર વર્ષની બાળા હડકવાનો ભોગ બની ગઇ હોત.

150 ફૂટ રિંગરોડ પર જસરાજનગર શેરી નં.4માં રહેતા વિકલાંગ મુકેશભાઇ મેંદપરાની ચાર વર્ષની પુત્રી પુષ્ટિ શનિવારે બપોરે 4:30 વાગ્યે પોતાના ઘર પાસે રમતી હતી ત્યારે અચાનક હડકાયું કૂતરું હાથમાં બચકું ભરી જતાં મુકેશભાઇ અને તેમના વિકલાંગ પત્ની શોભનાબેન પુત્રીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલના ઇમર્જન્સી વોર્ડમાં લઇ આવ્યા હતા. સમયે, ઇમર્જન્સી વોર્ડમાં ફરજ બજાવતા તબીબ ડો.શર્માએ “હડકવાના ઇન્જેક્શન સિવિલ હોસ્પિટલમાં ઉપલબ્ધ નથી, બહારથી લઇ આવો” તેમ કહી સારવાર કરવાનો ઇનકાર કરી દીધો હતો. ત્યારબાદ, વિકલાંગ દંપતીએ કેસ પેપર પર ઇન્જેક્શન હોવાનું લખી આપવાનું કહેતા ડો.શર્માએ ગુજરાતી અને અંગ્રેજીમાં સિવિલ હોસ્પિટલમાં હડકવાના ઇન્જેક્શન હોવાનું લખી આપ્યું હતું. બાદમાં, વિકલાંગ દંપતીએ સામાજિક કાર્યકર મુકેશ પટેલનો સંપર્ક કરતા તે દંપતી અને તેમની પુત્રીને લઇ કલેક્ટર મનીષા ચંદ્રાના બંગલે દોડી ગયા હતા અને સમગ્ર ઘટનાની જાણ કરતાં કલેક્ટરે સિવિલ સર્જનનો સંપર્ક કરી તેમનો ઉધડો લીધો હતો.

જેના પગલે સિવિલ સર્જન વત્સરાજે વિકલાંગ દંપતી અને તેમની પુત્રીને સિવિલ હોસ્પિટલમાં સારવારની ખાતરી આપી મોકલવા જણાવ્યું હતું અને ત્યારબાદ, તાત્કાલિક હોસ્પિટલના સ્ટાફને દોડાવી ખાનગી મેડિકલ સ્ટોર્સમાંથી હડકવાનું ઇન્જેક્શન મગાવી પુષ્ટિની સારવાર કરી હતી. બનાવના પગલે “ચમત્કારને નમસ્કાર”ની ભારે ચર્ચા સિવિલ હોસ્પિટલના વર્તુળોમાં વહેતી થઇ હતી.

વિકલાંગ દંપતીની પુત્રીને હડકાયા કૂતરાંએ બચકું ભર્યું હતું