• Gujarati News
  • રાજકોટજિલ્લામાં સોમવારે યોજાનાર ગરીબ કલ્યાણ મેળા માટે એસટી તંત્ર

રાજકોટજિલ્લામાં સોમવારે યોજાનાર ગરીબ કલ્યાણ મેળા માટે એસટી તંત્ર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટજિલ્લામાં સોમવારે યોજાનાર ગરીબ કલ્યાણ મેળા માટે એસટી તંત્ર દ્વારા 75 બસો ફાળવવામાં આવી છે. જેને કારણે 150થી વધુ ટ્રીપો સોમવારની રદ થતા દિવાળીના તહેવાર ટાંકણે ફરવા જવાના કાર્યક્રમ કરનારા હજારો મુસાફરો રઝળી પડશે તેવી સ્થિતિ સર્જાય છે. સરકારી તાયફા માટે એસટી તંત્રે બસો ફાળવતા સોમવારે અનેક ડેપોમાં અધિકારીઓએ મુસાફરોનો રોષ સહન કરવો પડે તેવી સ્થિતિ સર્જાવાની ભીતિ પણ વ્યક્ત થઇ રહી છે.

રાજકોટ એસટી ડિવિઝનના કન્ટ્રોલર પ્રજ્ઞેશ પટેલે જણાવ્યું હતું કે ગરીબ કલ્યાણ મેળા માટે સોમવારે 75 બસો ફાળવવામાં આવી છે. જેમાં 22 બસ રતનપર માટે, 15 બસ ગોંડલ માર્કેટયાર્ડ માટે, 20 બસ જસદણ માટે, 12 બસ રાજકોટ રેસકોર્સ માટે અને 6 બસ પડધરી માટે ફાળવવામાં આવી છે. જેને કારણે 75 શેડ્યુલ અને 150થી વધુ ટ્રીપ રદ કરવામાં આવી છે. દિવાળીના તહેવાર આડે પાંચ દિવસ બાકી છે અને સોમવારે બારસ છે ત્યારે તહેવાર સમયે એસટીની બસો ગરીબ કલ્યાણ મેળામાં ફાળવવામાં આવતા દસ હજારથી વધુ મુસાફરો રઝળી પડે તેવી સ્થિતિ સર્જાય છે.

દિવાળીના તહેવારોનીરજા શરૂ થઇ ગઇ છે ત્યારે સુરતથી સૌરાષ્ટ્રમાં આવવા માગતા હીરાઘસુઓને યોગ્ય ભાડામાં પૂરતા પ્રમાણમાં ફ્રિક્વન્સી મળી રહે તે માટે રાજકોટ એસટી ડિવિઝન દ્વારા શનિવારે 15 બસો સુરત મોકલવામાં આવી છે. બસો 22મી ઓક્ટોબરે મુસાફરોને લઇ પરત આવશે તેમ એસટી ડિવિઝનના કન્ટ્રોલર પ્રજ્ઞેશ પટેલે જણાવ્યું હતું.

15 બસો સુરત દોડાવાઈ

પ્રજાની સુિવધાના ભોગે સરકારી તાયફા યોજાશે

ગરીબ મેળામાં 75 એસટી બસો ફાળવાતાં મુસાફરો રઝળી પડશે