• Gujarati News
  • ભાસ્કર ન્યૂઝ.રાજકોટ

ભાસ્કર ન્યૂઝ.રાજકોટ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.રાજકોટ

આસોવદ -11 રમાએકાદશીથી લાભપાંચમ સુધી દસ દિવસના એકાદશી પર્વનો આરંભ થાય છે. આજથી ઘરે ઘરે દીપ પ્રાગટ્ય થશે. દીપકના પ્રાગટ્યથી નકારાત્મક ઊર્જાનો નાશ થાય છે અને શુભ ઊર્જાનો ઘરમાં પ્રવેશ થાય છે.

વિનાયક સંસ્કૃત પાઠશાળાવાળા શાસ્ત્રી વિજયભાઇ જોશીના જણાવ્યા મુજબ ભગવાન રામ લંકા વિજય બાદ એકાદશીના અયોધ્યા જવા નીકળ્યા ત્યારે અયોધ્યાવાસીઓ દ્વારા ઘરે ઘરે દીપક પ્રગટાવાયા હતા અને અમાસના દિવસે તેઓ અયોધ્યા પહોંચ્યા હતા બસ ત્યારથી દીપકોના પર્વની દીપોત્સવી પર્વ તરીકે ઉજવણી થાય છે. એકાદશી રવિવાર 19 ઓક્ટોબરે છે, જયારે કારતક સુદ-5 લાભપાંચમ 28 ઓક્ટોબર મંગળવારે છે. વિક્રમ સંવત 2071નો શુક્રવાર કારતક સુદ 1થી આરંભ થાય છે આમ દસ દિવસ ઉત્સવનો, તહેવારનો માહોલ રહેશે.

પ્રત્યેક એકાદશીભગવાન વિષ્ણુનો પ્રિય દિવસ છે રમાએકાદશીના દિવસે ભગવાન વિષ્ણુનું પંચોપચાર, ષોડશોપચાર અથવા યથાશકિત પૂજન, અર્ચન નૈવેદ્ય તથા વિષ્ણુ સહસ્ત્ર નામનું પઠન કરવું ઉત્તમ ફળદાયી છે.

આસો વદ-11 રમાએકાદશીના દિવસે લંકા વિજય બાદ વિભિષણનો રાજયાભિષેક કરી ભગવાન રામે, લક્ષ્મણ, સીતાજી સાથે અયોધ્યા પહોંચવા માટે પ્રસ્થાન કર્યું હતું અને તેઓ અમાસના દિવસે અયોધ્યા પહોંચ્યા હતા.

ભગવાન વિષ્ણુની ઉપાસના શ્રેષ્ઠ

ભગવાન રામનું પ્રસ્થાન

લંકા વિજય બાદ ભગવાન રામે રમાએકાદશીના દિને અયોધ્યા જવા પ્રસ્થાન કર્યું હતું

રમા એકાદશીથી દીપોત્સવી પર્વનો પ્રારંભ

ઉત્સવ

આજથી 10 દિવસ સુધી નકારાત્મક ઊર્જાનો નાશ કરતા રોશની પર્વનો ઉમંગ છવાશે