• Gujarati News
  • રાજકોટ: શહેરના150 ફૂટ રિંગ રોડ પર પાલવ સ્કૂલ પાસે આવેલા

રાજકોટ: શહેરના150 ફૂટ રિંગ રોડ પર પાલવ સ્કૂલ પાસે આવેલા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ: શહેરના150 ફૂટ રિંગ રોડ પર પાલવ સ્કૂલ પાસે આવેલા કૈલાસપાર્કમાં રહેતો નિલેશ નરશીભાઇ વેકરિયા (ઉ.વ.33) શનિવારે વહેલી સવારે બહારથી પોતાના ઘરે પહોંચ્યો હતો ત્યારે તેના ઘર પાસે ચાર અજાણ્યા શખ્સો બેઠા હોય નિલેશે અહી કેમ બેઠા છો, કોણ છો, તેમ પૂછતા ચારેય ઉશ્કેરાયા હતા અને સળિયાથી હુમલો કર્યા બાદ પથ્થરના ઘા ઝીંકયા હતા. અજાણ્યા શખ્સોએ કરેલા હુમલામાં ઘવાયેલા યુવાનને હોસ્પિટલમાં ખસેડાયો હતો. પોલીસે નિલેશ વેકરિયાની ફરિયાદ પરથી ચાર અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

કૈલાસપાર્કમાં યુવાન પર 4 શખ્સોનો હુમલો