• Gujarati News
  • સૌરાષ્ટ્ર યુિનવર્સિટીમાં ચારણી સાહિત્યનું િડજિટલાઇઝેશન કરાયું ત્યારે કુલપતિ સહિતના આગેવાનો

સૌરાષ્ટ્ર યુિનવર્સિટીમાં ચારણી સાહિત્યનું િડજિટલાઇઝેશન કરાયું ત્યારે કુલપતિ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સૌરાષ્ટ્ર યુિનવર્સિટીમાં ચારણી સાહિત્યનું િડજિટલાઇઝેશન કરાયું ત્યારે કુલપતિ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ભાસ્કર ન્યૂઝ રાજકોટ

લોકસાહિત્ય,ચારણી સાહિત્ય અને સંત સાહિત્ય જેવી કંઠસ્થ પરંપરાનું જતન થાય તેમજ વિદ્યાર્થીઓમાં સાહિત્ય ક્ષેત્રે રૂચિ પ્રગટે હેતુથી સૌરાષ્ટ્ર યુનિ. ખાતે ઝવેરચંદ લોકસાહિત્ય કેન્દ્ર દ્વારા ચારણી સાહિત્ય હસ્તપ્રત ભંડારનું પ્રથમ ચરણમાં ડિજિટલાઇઝેશન કરવામાં આવ્યું છે. નિમિત્તે કેન્દ્ર દ્વારા 16 ઓક્ટો. ના રોજ યુનિ.ની આર્ટ ગેલેરી ખાતે ત્રિવિધ કાર્યક્રમનું આયોજન થયું હતું. જેમાં ચારણી સાહિત્ય હસ્તપ્રતભંડારની ડિજિટલાઇઝ સીડીનું લોકાર્પણ, લોકસાહિત્ય અને કંઠસ્થ પરંપરાના અભ્યાક્રમોના પ્રમાણપત્રોનું વિતરણ તથા ચારણી હસ્તપ્રતવિદ્યા સંશોધનની નુતન દિશા પરિસંવાદ સહિત ત્રણ ઉપક્રમો યોજાયા હતા. તકે સૌ. યુનિ. ના કુલપતિ પાડલિયા તથા ડો. સાવલિયા, ડો. બળવંત જાની, ડો. નિરંજન રાજ્યગુરુ, તથા દરબાર પુંજાવાળાની ઉપસ્થિતમાં કાર્યક્રમ સંપન્ન થયો હતો. કાર્યક્રમમાં રાજકોટ તથા સૌરાષ્ટ્રના લોકસાહિત્યપ્રેમીઓ, ચારણ સમાજના અગ્રણીઓ અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ચારણી સાહિત્ય હસ્તપ્રતભંડારની ડિજિટલાઇઝેશનની સીડીના સેટનું મહાનુભાવોના હસ્તે વિમોચન થયું હતું.

પ્રસંગે કુલપિત પાડલિયાએ મેઘાણી કેન્દ્રની વિવિધ પ્રવૃત્તિને બિરદાવી સભ્યોને અભિનંદન પાઠવ્યા હતા. બીજા સત્રમાં ચારણી હસ્તપ્રતવિદ્યા સંશોધનની નુતન દિશા વિષે પરિસંવાદ યોજાયો હતો. જેમાં ડો. સાવલિયાએ હસ્તપ્રત વિદ્યા અને ભંડારો વિશે, ડો બળવંત જાનીએ ચારણી સાહિત્ય વિશે, ડો. નિરંજન રાજ્યગુરુએ હસ્તપ્રત ભંડાર પરિમાણ વિશે વક્તવ્ય આપ્યું હતું. કાર્યક્રમનું સંચાલન ડો. મનોજ જોષીએ કર્યું હતું અને આભારવિધિ અંબાદાન રોહડિયાએ કરી હતી.

સૌ. યુનિ.માં ચારણી સાહિત્યનું

ડિજિટલાઇઝેશન કરાયું