• Gujarati News
  • સપ્તાહનાઅંતે સિંગતેલમાં સુધારાની ચાલ આગળ વધી હતી અને ડબ્બે

સપ્તાહનાઅંતે સિંગતેલમાં સુધારાની ચાલ આગળ વધી હતી અને ડબ્બે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સપ્તાહનાઅંતે સિંગતેલમાં સુધારાની ચાલ આગળ વધી હતી અને ડબ્બે વધુ રૂ.20નો ભાવવધારો જોવા મળ્યો હતો. સૌરાષ્ટ્રમાં મગફળીના અોછા ઉત્પાદન વચ્ચે

તેલિયારાજાઓની ઊંચા મથાળે છાપાછાપી ચાલુ રહેતા ડબ્બે વધુ રૂ.20 વધતા છેલ્લા ચાર દિવસમાં ડબ્બે રૂ.80નો ભાવવધારો થયો હતો. કપાસ અને રૂના ભાવમાં સાધારણ ઘટાડો હતો.

નવી સિઝનની શરૂઆત સાથે ધીમી ઘરાકી વચ્ચે પણ સિંગતેલ સતત વધી રહ્યા છે. બ્રાન્ડવાળા ઊંચા મથાળે છાપાછાપી કરીને ભાવ ઊંચકાવી રહ્યા છે. આજે સ્થાનિકમાં સિંગતેલમાં 7-8 ટેન્કર અને કપાસિયા તેલમાં 20-25 ટેન્કરના કામકાજ હતા. સિંગતેલ લુઝ રૂ.15 વધી રૂ.845-850, તેલિયા રૂ.23 વધી રૂ.1315-1316 અને નવા ટીન 15 કિલો રૂ.20 વધી રૂ.1475-1480ની સપાટીએ હતું. કપાસિયા વોશ રૂ.600-603 અને પામોલિન રૂ.840ના ભાવે જોવાયું હતું. અન્ય તેલમાં સનફલાવર રૂ.1090, કોર્ન ઓઇલ રૂ.1050 અને સરસિયું રૂ.1110-1130ના સ્તરે હતું.સૌરાષ્ટ્રમાં 60-70 હજાર ગુણી મગફળીની આવક વચ્ચે ભાવમાં એકંદરે સ્થિરતા જોવા મળી હતી. દિવાળી પૂર્વે સૌરાષ્ટ્રના ખેડૂતોની સારી વેચવાલી વચ્ચે રાજકોટ ખાતે રૂ.850-960 અને જામનગર ખાતે રૂ.730-925ના ભાવે મગફળીના કામકાજ હતા. સિંગદાણામાં અંદાજે 400 ટનના વેપાર હતા અને રૂ.60,500-70,500ના ભાવ જોવાયા હતા.ઘરાકીના અભાવ અને વાયદાકીય નરમાઇ વચ્ચે રૂ અને કપાસના ભાવમાં સધારણ ઘટાડો જોવાયો હતો. સૌરાષ્ટ્રમાં એકથી સવાલાખ મણ, ગુજરાતમાં 7,000-8000 ગાંસડી અને દેશમાં 23,000-24,000 ગાંસડી કપાસની આવક હતી. રાજકોટ ખાતે 20,000-22,000 મણ આવક-ભાવ રૂ.750-740 થયો હતો. રૂ બજારમાં રૂ.200ના ઘટાડા સાથે નવા રૂના રૂ.33,500-33,700 અને જૂના રૂના રૂ.29,000-33,700 સુધીના ભાવ હતા. રૂ.10ના ઘટાડા સાથે ગામડાંના કપાસના રૂ.775-800 અને જિન ડિલિવરીના રૂ.810-815 હતા.

સિંગતેલમાં નોનસ્ટોપ તેજી, વધુ ~ 20નો ઉછાળો