તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • { કોલ્ડ સ્ટોરેજમાં રહેલ ચણા અને ગોળનો જથ્થો બારોબાર વેંચી દીધો

{ કોલ્ડ સ્ટોરેજમાં રહેલ ચણા અને ગોળનો જથ્થો બારોબાર વેંચી દીધો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
{ કોલ્ડ સ્ટોરેજમાં રહેલ ચણા અને ગોળનો જથ્થો બારોબાર વેંચી દીધોમાણાવદરનાંબાંટવા રોડ પર આવેલ અમર કોલ્ડ સ્ટોરેજનાં ભાગીદારીઓએ વેરહાઉસ તથા સ્ટોરેજ પ્રીઝરવેશન કોલેટરનાં મેનેજમેન્ટનું કામ કરતી એનસીએમએસએલ સાથે 25 જાન્યુ.2013નાં માલસંગ્રહ કરવાનું એગ્રીમેન્ટ કર્યુ હતું. અમર કોલ્ડ સ્ટોરેજ અને અમર જીનીંગ ફેકટરીનાં એકજ ભાગીદારો હોવાથી અમર જીનીંગ ફેકટરીએ બેંક ઓફ બરોડા માણાવદર શાખા પાસેથી અમર કોલ્ડ સ્ટોરેજની અંદર રહેલા ચણા અને ગોળનાં જથ્થા પર ગીરો મુકી 3 કરોડની લોન ઉપાડેલ હતી. એગ્રીમેન્ટ મુજબ સ્ટોરેજ થયેલ માલસંગ્રહની એક ચાવી સ્ટોરેજનાં માલીક પાસે અને સંપુર્ણ જવાબદારી તેની રહે છે. દરમિયાન 12 જાન્યુ.નાં કંપની દ્વારા ચેકિંગ કરવામાં આવતા 2005 નંગ ગોળનાં ડબ્બા તથા 1870 ચણાની ગુણી સ્ટોકમાં ઓછી નિકળતા બીઓબીને જાણ કરેલ. ત્યારબાદ કંપનીનાં રાજકોટ સ્થિત એરિયા એકઝીકયુટીવ હેમેન્દ્રકુમાર સુરેશભાઇ જોષીએ કોલ્ડસ્ટોરેજનાં ભાગીદારો કાનજીભાઇ વલ્લભભાઇ ટાંક, વલ્લભભાઇ સવજીભાઇ ટાંક, કનકભાઇ વલ્લભભાઇ ટાંક અને શાંતાબેન વલ્લભભાઇ ટાંક સામે નાણાં બેંકમાં જમા નહીં કરાવી જથ્થો કાઢી લઇ બારોબાર વેંચાણ કરી દઇ રૂા.38,34,354ની છેતરપીંડી કરી વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાવતા પીએસઆઇ ગઢવીએ આગળની તપાસ હાથ ધરી છે. જયારે બનાવથી ભારે ચકચાર મચી ગઈ હતી.

માણાવદરમાં 4 ભાગીદારે કંપનીને ~ 38.34 લાખનો ધુંબો માર્યો