તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • રાજકોટજિલ્લાના તત્કાલીન કલેક્ટર ડો.રાજેન્દ્રકુમારે પોતાના સ્વભંડોળમાંથી ફાળવેલી ગ્રાન્ટમાં

રાજકોટજિલ્લાના તત્કાલીન કલેક્ટર ડો.રાજેન્દ્રકુમારે પોતાના સ્વભંડોળમાંથી ફાળવેલી ગ્રાન્ટમાંથી 400

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટજિલ્લાના તત્કાલીન કલેક્ટર ડો.રાજેન્દ્રકુમારે પોતાના સ્વભંડોળમાંથી ફાળવેલી ગ્રાન્ટમાંથી 400 મધ્યાહન ભોજન કેન્દ્રો માટે ડિશસેટ અને કૂકર ખરીદવા વહીવટીતંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે અને તે માટે 4 પાર્ટીઓને ઓર્ડર અપાયાનું સૂત્રોઅે જણાવ્યું છે.

મધ્યાહન ભોજન કેન્દ્રોના ડેપ્યુટી કલેક્ટર આઈ.વી. દેસાઈએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાના 11 તાલુકામાં 867 મધ્યાહન ભોજન કેન્દ્રો આવેલા છે તેમાંથી 400 મધ્યાહન ભોજન કેન્દ્રો માટે આઈએસઆઈ માર્કાવાળા કૂકર, ડિશ, ગ્લાસ અને ચમચી ખરીદવા ટેન્ડર મગાવવામાં આવ્યા હતા.

12 પાર્ટીઓ દ્વારા ટેન્ડર રજૂ કરવામાં આવ્યા હતા. ટેન્ડર શુક્રવારે ખોલવામાં આવ્યા હતા. જેમાં સૌથી નીચા ભાવ ધરાવતા ઈનોવેટિવ ટ્રેડર્સને કૂકર અને ડિશના ઓર્ડર અપાયા હતા, જ્યારે કેન્દ્રીય ભંડારને સ્ટીલના ગ્લાસ અને બિંદિયા એન્ટરપ્રાઈઝને ચમચીના ઓર્ડર અાપવામાં આવ્યા છે. ત્રણેય પાર્ટીઓને 20મી માર્ચ સુધીમાં ઓર્ડર સપ્લાય કરવા તાકીદ કરાઈ છે.

કયા ભાવે અપાયા ઓર્ડર

વસ્તુનું નામ ભાવ (પ્રતિ નંગ)

કૂકર રૂ.2600

ડિશરૂ.60

ગ્લાસરૂ.3.25

ચમચીરૂ.1.68

~ 29 લાખના કૂકર, ડિશ, ગ્લાસ, ચમચીના ઓર્ડર અપાયા

400 મધ્યાહન ભોજન કેન્દ્રો માટે કૂકર અને ડિશ સેટ ખરીદાશે