• Gujarati News
  • ડો.કમલ પરિખને હાર્ટ એટેક આવ્યો, તબિયત સુધારા પર

ડો.કમલ પરિખને હાર્ટ એટેક આવ્યો, તબિયત સુધારા પર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડો.કમલ પરિખને હાર્ટ એટેક આવ્યો, તબિયત સુધારા પર



જાણીતાફિઝિશિયન અને સ્ટર્લિંગ હોસ્પિટલના ચીફ મેડિકલ એડમિનિસ્ટ્રેટીવ ડો.કમલ પરિખને શનિવારે સાંજે હાર્ટએટેક આવતા તેમને સ્ટર્લિંગમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડો.પરિખ સાંજે પોતાની ક્લિનિકે દર્દીઓને તપાસી રહ્યા હતા ત્યારે તેમને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને તાકીદે સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ડો.પરિખને હાર્ટએટેક હોવાનું સ્પષ્ટ થયું હતું તેમની ત્રણ વેન બ્લોક હોવાનું નિદાન થયું હતું. હોસ્પિટલના કાર્ડિયોલોજિસ્ટ ડો.મૃદુલ શર્મા અને ડો.પોપટાણી દ્વારા ડો.પરિખની સારવાર શરૂ કરવામાં આવી હતી. હાલમાં તેમની તબિયત સુધારા પર અને ભયમુક્ત હોવાનું તબીબોએ જણાવ્યું હતું.