• Gujarati News
  • નામચીન નિઝામ અને તેની

નામચીન નિઝામ અને તેની

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નામચીન નિઝામ અને તેની

ગેંગે ત્રણ દુકાનમાં લૂંટ ચલાવી

{ ફરિયાદ નોંધાવવા આગેવાનો સાથે વેપારીઓ રાત્રે પોલીસ મથકે દોડી ગયા

ભાસ્કરન્યૂઝ. રાજકોટ

શહેરનાજંક્શન પ્લોટ વિસ્તારમાં છાશવારે ધમાલ મચાવી વેપારીઓને પરેશાન કરતા કુખ્યાત નિઝામ અને તેના સાગરીતોએ શનિવારે રાત્રે ત્રણ દુકાનમાં ઘૂસી રૂ.25 હજારથી વધુની લૂંટ ચલાવતા વિસ્તારના લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો.

ઝુલેલાલનગરમાં ત્રણ દુકાનમાં યંત્ર પર ચાલતા જુગાર પર વિસ્તારના કુખ્યાત નિઝામની નજર પડી હતી. શનિવારેે રાત્રિના નવેક વાગ્યે નિઝામ, અલ્લાઉદીન અને બે અજાણ્યા ઇસમો અનિલભાઇ ભાનુશાળી અને સમીરભાઇ તન્ના સહિત ત્રણની દુકાનમાં ઘૂસી ગયા હતા. નિઝામ અને અલ્લાઉદીને દુકાન સંચાલકોની ડોક પર છરી રાખી ગલ્લામાં રહેલો વકરો લૂંટી લીધો હતો.

છરીની અણીએ રૂા.25 હજારથી વધુની લૂંટ ચલાવી ચારેય ઇસમો નાસી છૂટયા હતા. ઘટનાના ઘેરા પડઘા પડયા હતા અને વિસ્તારના વેપારીઓ ટોળે વળ્યા હતા. કોર્પોરેટર કરસનભાઇ વાઘેલા અને ભાજપ અગ્રણી રાજેન્દ્રસિંહ ગોહિલની આગેવાની હેઠળ વેપારીઓ પોલીસ મથકે દોડી ગયા હતા. નીઝામ અને તેના સાગરીતો છાશવારે લૂંટ ચલાવી ધમકાવતા હોવાનો પણ વેપારીઓએ આક્રોશ ઠાલવ્યો હતો. લૂંટની ઘટના પ્રકાશમાં આવતા પોલીસ ટુકડી જંકશન વિસ્તારમાં દોડી ગઇ હતી.