ન્યૂઝ ઇન બોકસ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોદાર શાળામાં ટ્રાફિક વિશેની માર્ગદર્શન મીટ યોજાઇ
રાજકોટ હરિપર પાળ સ્થિત, પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે શાળાની બસનો ઉપયોગ કરતા બાળકોના વાલીઓને શું સલામતી રાખવી તેના વિશે માહિતી આપતી ટ્રાફિક વિભાગની મિટિંગ મળી હતી. જેમાં શહેર પોલીસ ટ્રાફિક બ્રાન્ચના પી.એસ.આઇ વી.એલ.રાઠોડ, ટ્રાફિકના રાજભા ઝાલાએ જરૂરી સલામતી અંગેના સૂચનો કરવા ઉપરાંત ટ્રાફીક નિયમો વિશેની જાણકારી આપી હતી. શાળાના પ્રિન્સિપાલ બ્રિજેશ પાઠક વગેરે ઉપસ્થિત રાા હતા.
વિકલાંગો માટે નિ:શુલ્ક જયપુર ફૂટ કેમ્પ
રાજકોટ સરગમ કલબ અને કમાણી ફાઉન્ડેશન દ્વારા વિકલાંગ દદીર્ઓ માટે નિ:શુલ્ક જયપુર ફૂટ કેમ્પ ૧ થી ૩ જૂન સુધી સરગમ ભવન, જામટાવર રોડ, નવી કલેકટર કચેરી પાસે યોજાશે. જરૂરિયાતમંદોને ફ્રી કત્રિમ પગ બેસાડી અપાશે. તેમજ જરૂરી સાધન સહાય અપાશે. કેમ્પનો લાભ લેવા ઇરછુકોએ નામ નોંધણી ૧ જૂનના સવારે ૮.૩૦ કલાકે કરાવી લેવાની રહેશે. સારવાર ૨ અને ૩ જૂનના અપાશે. તેમ ગુણવંતભાઇ ડેલાવાળા, ચમનભાઇ કમાણીએ યાદીમાં જણાવ્યું છે.
આંબેડકરનગરમાં ફ્રી છાશ કેન્દ્ર શરૂ થયું
રાજકોટ ડો.હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ રાજકોટ સંચાલિત ડો.આંબેડકરનગર, ૧પ૦, ફૂટ રિંગ રોડ ખાતે નિ:શુલ્ક છાશ કેન્દ્ર શરૂ કરાયું હતું. જેનું ઉદ્ઘાટન સમિતિના મંત્રી કિશોરભાઇ મુંગલપરાના હસ્તે થયું હતું.
લાફિંગ કલબનો ૧૦મો સ્થાપના દિન ઉજવાયો
રાજકોટ ઇન્દિરા સર્કલ લાફિંગ કલબનો તાજેતરમાં ૧૦મો સ્થાપના દિન ઉજવાયો હતો. આ અવસરે રાજકોટ ડિસ્ટિ્રકટ લાફીંગ કલબ કો.ઓડીર્નેશન કમિટી રાજકોટના જનરલ સેક્રેટરી અરવિંદ વોરા, રેસકોર્સ લાફીંગ કલબના કો.ઓ. જયંતીભાઇ માંડલીયા સહિતના કલબના સભ્યો, આમંત્રીતો ઉપસ્થિત રાા હતા.
ગુજરાત પ્રદેશ કાર્યકારી અઘ્ય ાપદે વરણી
રાજકોટ અખિલ ભારતીય સફાઇ મજદુર સંઘની આદિપુર કરછ ખાતે મળેલી મિટિંગમાં વર્ષ ૨૦૧૪-૪પ અને વર્ષ ૨૦૧પ-૧૬ માટે સોમજીભાઇ પરમારની અમદાવાદ અને કાર્યવાહક અઘ્ય ા તરીકે, પ્રેમજીભાઇ વાધેલાની રાજકોટ તથા વરિષ્ઠ ઉપાઘ્ય ા, અરવિંદભાઇ સીતાપરા, કિરણભાઇ સોલંકી વગેરેની વરણી કરવામાં આવી હતી.
માલધારી સમાજમાં પરિચય મેળો યોજાશે
રાજકોટ ચંદ્રગુપ્ત મૌર્ય માલધારી એજયુકેશન સોસાયટી રાજકોટ દ્વારા ગુજરાત ગોપાલક શિ ાણ સમિતિ અમદાવાદના સહયોગથી સમસ્ત માલધારી સમાજના રબારી, ભરવાડ, નાનાભાઇ, મોટાભાઇના લગ્ન ઉત્સુકો માટે પરિચય મેળો યોજાશે. ફોર્મ માટ