એડવોકેટે પ્રૌઢ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એડવોકેટે પ્રૌઢ
પિતાને ગાળો દઇ
ખૂનની ધમકી દીધી

કાલાવડ રોડ પરની શિવસૃષ્ટી સોસાયટીમાં રહેતા મનહરસિંહ જાલમસીંગ પરમારે (ઉ.વ.૬૫) એ.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેના એડવોકેટ પુત્ર ચેતનસિંહ પરમારનું નામ આપ્યું હતું. મનહરસિંહે ફરિયાદમાં જણાવ્યું હતું કે તેનો પૌત્ર વિશ્વદીપ બીમાર પડતા તેને વિધાનગરમાં આવેલી માઇલ સ્ટોન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બુધવારે મધરાતના એડવોકેટ પુત્ર ચેતનસિંહ હોસ્પિટલે ધસી આવ્યો હતો અને પિતા મનહરસિંહને ગાળો ભાંડી હતી. અને આ અંગે ફરિયાદ કરશો તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી જતો રાો હતો. પોલીસે બનાવ અંગે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.