રૂખડિયાપરામાં મનપાના સફાઇ કામદારનો સળગી જઇને આપઘાત
રાજકોટ | રાજકોટનારૂખડિયાપરામાં રહેતા નાથાભાઇ દેવાભાઇ કબિરા (ઉ. વ. 40) નામના મહાનગરપાલિકાના સફાઇ કામદારે મંગળવારે સવારે પોતાના ઘેર આખા શરીરે પેટ્રોલ છાંટી અગનપછેડી ઓઢી લેતાં ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં તેનું મોત નીપજ્યું હતું.
પોલીસની પ્રાથમિક તપાસમાં હાલમાં ભગવતીપરાની સુખસાગર સોસાયટીમાં રહેતા નાથાભાઇને કેટલાક સમયથી માનસિક બીમારી લાગુ પડતાં તેઓ નોકરીએ જતાં હતા અને રૂખડિયાપરામાં આવેલું મકાન છોડી ભાડાંના મકાનમાં રહેવા ચાલ્યા ગયા હતા અને મંગળવારે અંતિમ પગલું ભરી લીધું હતું.
નાથાભાઇ કબિરાને સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.