• Gujarati News
  • માલિકનું નામ જાણી ઓપરેશન પાર પાડ્યું

માલિકનું નામ જાણી ઓપરેશન પાર પાડ્યું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માલિકનું નામ જાણી ઓપરેશન પાર પાડ્યું

અધિકારીના સ્વાંગમાં

ગઠિયો 38 હજાર લઇ છૂ



માયાણીનગરમાંરહેતા સરોજબેન ઠાકરશીભાઇ વોરા (ઉ.વ.42) ગત 27 નવેમ્બરના પોતાના ઘરે એકલા હતા ત્યારે એક શખ્સ તેમના ઘરે આવ્યો હતો અને ઠાકરશીભાઇ કયાં છે તેમ કહી પોતાની ઓળખ પીજીવીસીએલના પટેલ સાહેબ તરીકેની આપી હતી. ગઠિયાએ સરદારનગરમાં બનતા તમારા નવા મકાનના વીજમીટરનો સરવે કરવાનો છે તેમ કહી ઠાકરશીભાઇ સાથે વાત કરાવવાનું કહેતાં સરોજબેને પતિને મોબાઇલ જોડી આપ્યો હતો.

ઠાકરશીભાઇ સાથે ગઠિયાએ ફોન પર વીજમીટર બાબતે વાત કરી હતી, ઠાકરશીભાઇએ બીજા દિવસે સાઇટ પર આવવાનું કહી ફોન કાપી નાખ્યો હતો, પરંતુ ફોન કપાઇ ગયો હોવા છતાં ગઠિયાએ વાતો ચાલુ રાખી ઘરમાંથી રૂ.38 હજાર લઇ લેવાની વાતો ચાલુ રાખી હતી. ફોન પર વાતચીત કરી રહેલો પીજીવીસીએલનો અધિકારી પતિનો નજીકનો હોવાનું સરોજબેનને લાગતાં ગઠિયાએ ફોન પૂરો કર્યો હતો અને પૈસા આપવાનું કહ્યું હતું. પતિએ પૈસા આપવાનું કહ્યાનું લાગતાં સરોજબેને રૂ.38 હજાર આપી દીધા હતા. સાંજે ઠાકરશીભાઇ પરત આવ્યા ત્યારે ગઠિયો કળા કરી ગયાનું સ્પષ્ટ થયું હતું. એટલું નહીં ગઠિયો અગાઉ સરદારનગર ખાતે બની રહેલા મકાને જઇ ચોકીદાર પાસેથી મકાન માલિકનું નામ જાણી ખેલ પાડી ગયાનું પણ ખુલ્યું હતું.