• Gujarati News
  • ખેલ મહોત્સવમાં શનિવારે સ્પર્ધકોના કરતબ જોઇ દર્શકોે સ્તબ્ધ થઇ ગયા હતા.

ખેલ મહોત્સવમાં શનિવારે સ્પર્ધકોના કરતબ જોઇ દર્શકોે સ્તબ્ધ થઇ ગયા હતા.

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેલ મહોત્સવમાં શનિવારે સ્પર્ધકોના કરતબ જોઇ દર્શકોે સ્તબ્ધ થઇ ગયા હતા.

ખોડલધામ ખાતે ખેલ મહોત્સવમાં

આજે કબડ્ડી, વોલીબોલની સ્પર્ધા

એથ્લેટિક્સથી યોગાસન સુધીની યોજાઇ હરીફાઇ

{ લેઉવા પટેલ સમાજના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા

ભાસ્કરન્યૂઝ.રાજકોટ

ખોડલધામટ્રસ્ટ દ્વારા કાગવડ ખાતે જિલ્લાકક્ષાનો ખોડલધામ ખેલ મહોત્સવનું આયોજન કરાયું છે. જેનો શનિવારે રંગારંગ કાર્યક્રમો સાથે પ્રારંભ થયો હતો. 8 જિલ્લાની ટીમોએ અલગ અલગ ડ્રેસ કોડમાં માર્ચ પાસ્ટ કર્યું હતું. સવારે 7 કલાકે ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઇ પટેલે ખેલ મહોત્સવને ખુલ્લો મૂક્યો હતો. પ્રસંગે લેઉવા પટેલ સમાજના અગ્રણી ગોવિંદભાઇ પટેલ, મંત્રી જયેશભાઇ રાદડિયા, વિઠ્ઠલભાઇ રાદડિયા, રાઘવજીભાઇ પટેલ તથા ખોડલધામ ટ્રસ્ટના માનદ મંત્રી હંસરાજભાઇ ગજેરા વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ખોડલધામ ખેલ મહોત્સવ 2014ના પ્રથમ દિવસે દોડ, ગોળા, ચક્રફેંક અને લોંગ જમ્પ, હાઇ જમ્પ, ચેસ, યોગાસનની સ્પર્ધા યોજાઇ હતી. 30 નવેમ્બરે કબડ્ડી અને વોલીબોલની સ્પર્ધા રમાશે. 8 જિલ્લાના એક હજાર જેટલા ખેલાડીઓ ભાગ લેશે. અન્ડર-14 અને 19 વય જૂથમાં સ્પર્ધકો ભાગ લેશે. 30 નવેમ્બરે બપોરે 3 થી 5 ઉપરોકત ખોડલધામ ખેલ મહોત્સવનો સમાપન સમારોહ યોજાશે. જેમાં વિજેતા ટીમ અને ખેલાડીઓને ટ્રોફી, મેડલ આપી સન્માનિત કરાશે.