• Gujarati News
  • ઠંડી વધવાના બદલે ઘટી , સૌરાષ્ટ્રમાં વાદળો છવાયા

ઠંડી વધવાના બદલે ઘટી , સૌરાષ્ટ્રમાં વાદળો છવાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઠંડી વધવાના બદલે ઘટી , સૌરાષ્ટ્રમાં વાદળો છવાયાસૌરાષ્ટ્રનામોટાભાગના શહેરોમાં ઠંડી વધવાના બદલે ઘટી છે. રાજકોટ શહેરનું લઘુત્તમ તાપમાન શનિવારે 19.4 ડિગ્રી નોંધાયું હતું. જયારે 14.5 ડિગ્રી સાથે ગાંધીનગર રાજ્યનું સૌથી ઠંડું શહેર રહ્યું હતું. જૂનાગઢમાં તાપમાનનો પારો 15.5 ડિગ્રીએ રહ્યો હતો.

હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ શનિવારે આકાશમાં વાદળો છવાયા હતા. જો કે કોઈ સ્થળે વરસાદ પડ્યો હોવાના અહેવાલો નથી. ત્રીજી ડિસેમ્બર સુધીમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળે હળવોથી મધ્યમ વરસાદ વરસે તેવી સંભાવના છે.

રાજકોટમાં ગત ગુુરુવારે લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું.