• Gujarati News
  • રાજકોટ શહેરમાંઆત્મહત્યાના બનાવો વધવા પામેલ હોય જેથી આવા બનાવો અટકાવવા

રાજકોટ શહેરમાંઆત્મહત્યાના બનાવો વધવા પામેલ હોય જેથી આવા બનાવો અટકાવવા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ શહેરમાંઆત્મહત્યાના બનાવો વધવા પામેલ હોય જેથી આવા બનાવો અટકાવવા માટે સુરક્ષા સેતુ પ્રોજેક્ટ અંતર્ગત શહેર પોલીસ કમિશનરશ્રીના અધ્યક્ષ સ્થાને રાજકોટ શહેરના વેપારીઓ અને પ્રબુધ્ધ નાગરિકોની સાથે મિટિંગ યોજી આવા બનાવો અટકાવવા માટે વિચાર વિમર્શ કરવામાં આવેલ અને શહેરમાં આવા બનાવો અટકાવવા માટે પોસ્ટર તથા હોર્ડિંગ્સ બનાવી બહોળી પ્રસિધ્ધિ કરવામાં આવનાર છે અને લોકોમાં હતાશા, નિરાશા અને નિમ્ન માનસિકતા દૂર કરવાનો પ્રયાસ કરી, અંગે જાગૃતિ લાવવા શહેર પોલીસ દળ, લોકોની સાથે રહીને જાગૃતિ અભિયાન પણ ચલાવામાં આવશે.

રાજકોટ શહેરએગુજરાતના વિકસિત શહેરોમાંનું એક શહેર છે. શહેરમાં ધંધા તથા રોજગાર માટે સામાન્ય વર્ગના લોકો વ્યાજે પૈસા લઇ ધંધા તેમજ રોગાર માટે રોકાણ કરે છે. જે પૈકી અમુક તત્ત્વો ગેરકાયદેસર વ્યાજ વટાવનો ધંધો કરતા હોવ તેવા તત્ત્વો પાસેથી અમુક લોકો વ્યાજે પૈસા લેતા હોય છે. જે વ્યાજે લીધેલા પૈસા સમયસર પરત નહીં આપવાના કારણે વ્યાજે નાણાં ધીરનાર વ્યક્તિઓ ઊંચું વ્યાજ લેતા હોય છ. એને ઊંચું વ્યાજ મળવાના કારણે શહેરમાં વ્યાજખોરીનું દૂષણ વધવા પામેલ.

વ્યાજખોરીના કારણે આત્મહત્યાના બનાવો અટકાવવા માટે શહેર પોલીસ દ્વારા વ્યાજખોરી, છેડતી, ભૂમાફિયા, અને લુખ્ખા તત્ત્વોની પ્રવૃત્તિઓને ડામવા માટે મો.નંબર 98795 00600ની ચોવીસકલાક કાર્યરત હેલ્પલાઇન સેવા ચાલુ કરવામાં આવેલ.

હેલ્પલાઇનથી 47 અરજદારોની અરજીઓ મળતા અરજીઓનો સ્થળ પર નિકાલ કરેલ. હેલ્પલાઇનની સેવાથી હાલમાં વ્યાજખોરીનું પ્રમાણ ઘટવા પામેલ છે અને વ્યાજ વટાવને લગતા ગુનાઓમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળેલ છે.

આત્મહત્યા નિવારણ પ્રોજેક્ટ

વ્યાજખોરી અટકાવવા માટેની હેલ્પલાઇન નં. 98795 00600