• Gujarati News
  • પર્યાવરણ જાગૃતિ અંગે ફનવલ્ર્ડમાં કાર્યક્રમ યોજાયો

પર્યાવરણ જાગૃતિ અંગે ફનવલ્ર્ડમાં કાર્યક્રમ યોજાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાળકોની સ્વપ્નનગરી ફનવલ્ર્ડમાં તાજેતરમાં ફનવલ્ર્ડ માટે અને નવરંગ નેચર કલબના ઉપક્રમે પર્યાવરણ જાગૃતિ અંગેનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં, સેંકડો ભૂલકાંઓએ વૃ ાારોપણ સહિતના સંકલ્પ લીધા હતા.
કાર્યક્રમ દરમિયાન ભૂલકાંઓને વૃ ાોનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું હતું અને ભૂલકાંઓ તથા તેમના વાલીઓએ એક એક વૃ ા વાવી તેનું જતન કરવાના સંકલ્પ કર્યા હતા. બાળકોને ચકલી બચાવ અભિયાન અંગે માહિતી આપવામાં આવી હતી. ભૂલકાંઓને રોમાંચિત કરતા કાર્યક્રમમાં વિવિધ પ્રકારની સર્પસૃષ્ટિ વિશે માહિતી અપાઇ હતી. અનેક બાળકોએ ગળામાં સાપ વિંટાળ્યા ત્યારે અનન્ય ¼શ્યો સર્જાયા હતા. આ કાર્યક્રમમાં નવરંગ નેચર કલબના વી. ડી. બાલા, નરેશભાઇ નકુમ અને અર્જુનભાઇ ડાંગરે સેવા આપી હતી. ફનવલ્ર્ડમાં મેનેજર પ્રદીપસિંહ ઝાલાએ આભારદર્શન કર્યું હતું.