• Gujarati News
  • અગાઉ છેડતી કરનારે ફરી બીભત્સ માગ કરી

અગાઉ છેડતી કરનારે ફરી બીભત્સ માગ કરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પરસાણાનગરમાંરહેતી 35 વર્ષની પરિણીતાએ મહિલા પોલીસમથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પરસાણાનગરમાં રહેતા મનોરથ ચમન પરમારનું નામ આપ્યું હતું. પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, અગાઉ મનોરથે છેડતી કરી હતી જે અંગેની તત્કાલીન સમયે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હતી. સોમવારે સવારે પરિણીતા અને તેનો પતિ રેસકોર્સ રિંગ રોડ પર હતા ત્યારે ફરીથી મનોરથ પરમાર ત્યાં ધસી ગયો હતો અને ફરિયાદ પાછી ખેંચી લેવાનું કહી પરિણીતાનું બાવડું પકડી લીધું હતું અને બીભત્સ માંગ કરી હતી. પરિણીતાની ફરિયાદ પરથી ગુનો નોંધી પોલીસે આરોપી મનોરથ પરમારની ધરપકડ કરવાની તજવીજ શરૂ કરી હતી.

આરોપી મનોરથને કાયદા કે પોલીસનો જરાપણ ભય હોય તેમ જાહેરમાં પોતાના લખણ ઝળકાવ્યા હતા.