• Gujarati News
  • માતાના વિયોગમાં મહિલાનો આપઘાતનો પ્રયાસ

માતાના વિયોગમાં મહિલાનો આપઘાતનો પ્રયાસ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોતાનીમાતાનું અવસાન થયા બાદ ગુમસુમ રહેતી મહિલાએ આપઘાતનો પ્રયાસ કરતા અરેરાટી ફેલાઈ હતી.

બનાવની પ્રાપ્ત વિગત મુજબ, શહેરના 150 ફૂટ રિંગ રોડ પરની ગુલાબવાટિકામાં રહેતા પારૂલબેન વીરેન્દ્રભાઇ દાસાણી (ઉ.વ.45)એ રાત્રે પોતાના ઘરે ફિનાઇલ પી લેતાં તેમને હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, પારૂલબેનને સંતાનમાં એક પુત્ર છે. પારૂલબેનના માતા સરોજબેનનું એક વર્ષ પૂર્વે અવસાન થયું હતું ત્યારથી પારૂલબેન ચિંતામાં રહેતા હતા અને અંતે કંટાળીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બનાવ અંગે પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.