• Gujarati News
  • ઠંડીમાં ફરી વધારો, રાજકોટમાં તાપમાન ગગડીને 13.3 ડિગ્રી

ઠંડીમાં ફરી વધારો, રાજકોટમાં તાપમાન ગગડીને 13.3 ડિગ્રી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિદાય લઇ રહેલી ઠંડીએ ફરી થોડો ચમકારો બતાવ્યો છે. રાજકોટમાં તાપમાન ગગડીને 13.3 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. 11.2 ડિગ્રી સાથે દીવ રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું.

8 ફેબ્રુઆરીએ સૌરાષ્ટ્રમાં લઘુતમ તાપમાન 15 ડિગ્રીની ઉપર ચાલ્યું ગયું હતું. સમયે હવામાન વિભાગે પણ એવી આગાહી કરી હતી કે હવે ઠંડીના દિવસો પૂરા થઇ ગયા છે અને લઘુત્તમ તાપમાન પણ 18 ડિગ્રી સુધી પહોંચી જશે. પરંતુ છેલ્લા ત્રણ દિવસથી ખાસ કરીને રાત્રિના સમયે ઠંડીનો ચમકારો વર્તાઇ રહ્યો છે. ગુરુવારે રાજકોટનું તાપમાન 13.3 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. ઉપરાંત પોરબંદરમાં 12.9 અને અમરેલીમાં 14.6 ડિગ્રી સુધી તાપમાનનો પારો પહોંચ્યો છે.

મધ્ય ગુજરાતમાં લઘુતમ તાપમાન ડિસામાં 11.4 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે ગાંધીનગર, ઇડર અને અમદાવાદમાં 13 થી 19 ડિગ્રીની વચ્ચે પારો રહ્યો હતો. દરિયાકિનારાના શહેરોમાં ઓખામાં 20.4 અને દ્વારકામાં 17.6 ડિગ્રી તાપમાન રહ્યું હતું. હવે 48 કલાક બાદ રહી-રહીને ચમકારો બતાવી રહેલી ઠંડી પણ ગાયબ થઇ જાય તેવી સંભાવના છે.

શહેર તાપમાન

રાજકોટ 13.3

અમરેલી14.6

ભાવનગર15.2

દ્વારકા17.6

ઓખા20.4

પોરબંદર12.9

વેરાવળ17.2

સુ.નગર14.2

ભુજ14.0

નલિયા12.2

અમદાવાદ14.0

વડોદરા16.6

સુરત17.0

ક્યા કેટલી ઠંડી