• Gujarati News
  • રાજકોટમાં વ્હોરા સમાજના બિરાદરો બસ સ્ટેશનમાં સફાઇ હાથ ધરશે

રાજકોટમાં વ્હોરા સમાજના બિરાદરો બસ સ્ટેશનમાં સફાઇ હાથ ધરશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ |વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત સ્વચ્છ ભારત અભિયાનને વ્હોરા સમાજના ધર્મગુરુ સૈયદના આલીકદર મુફદ્દલ સૈફુદીન સાહેબ (ત.ઉ.સ.) ટેકો જાહેર કર્યો છે. તેમના ફરમાનને પગલે રાજકોટ કુત્બી મહોલ્લા જનાબ આમીલ સાહેબ તથા કુત્બી જમાઅત કમિટી અને અન્ય 200 વ્હોરા બિરાદરોની ટીમ અાગામી તા.14 ફેબ્રુઆરીના રોજ સવારે 8 વાગ્યે રાજકોટ એસટી બસ સ્ટેન્ડમાં સફાઇ હાથ ધરશે. ગામે-ગામ વ્હોરા બિરાદરો દ્વારા ઝુંબેશ શરૂ કરવામાં આવશે.