• Gujarati News
  • ડિસેમ્બરમાં જીસીસીની પરીક્ષા લેવા જાહેરનામું

ડિસેમ્બરમાં જીસીસીની પરીક્ષા લેવા જાહેરનામું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજ્યપરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવતી જીસીસી (ગર્વમેન્ટ કોમર્શિયલ સર્ટિફિકેટ)ની પરીક્ષા આગામી ડિસેમ્બર માસમાં લેવાનો નિર્ણય લેવાયો છે. જે માટે બોર્ડ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ટાઇપ તથા ગુજરાતી અને અંગ્રેજી લઘુ લેખન માટેની પરીક્ષા આગામી 16 થી 20 ડિસેમ્બર દરમિયાન લેવાની જાહેરાત કરાઇ છેે.

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાનાર પરીક્ષા માટે 22મી ઓક્ટોબરથી 8મી નવેમ્બર સુધી ઉમેદવારો ઓનલાઇન ફોર્મ ભરી શકશે. ઓનલાઇન ફોર્મ સબમિટ કર્યા બાદ ફોર્મમાં ભરેલ નામ, અટક, જાતી, જન્મ તારીખ વગેરેમાં કોઇપણ સંજોગોમાં સુધારો કરવામાં આવશે. પરીક્ષામાં બેસવા માગતાં ઉમેદવારની શૈક્ષણિક લાયકાત એસએસસી પાસ અથવા તેની સમકક્ષ પરીક્ષા પાસ હોવી જોઇએ. પરીક્ષા આપવા માગતાં ખાનગી ઉમેદવારોએ 10 નવેમ્બર સુધીમાં સર્ટિફિકેટ પોસ્ટેજ ખર્ચ રૂપિયા 230 અને પોસ્ટ ઇ-પેમેન્ટ ચાર્જ રૂપિયા 12 મળી કુલ રૂપિયા 242 ફી ભરવાની રહેશે, તેમજ માન્ય સંસ્થાઓ માટે પરીક્ષામાં બેસવા માટે વિદ્યાર્થીઓએ રૂપિયા 212 ફી ભરવાની રહેશે. રી-ચેકિંગ ફી પેપર દીઠ રૂપિયા 100 રહેશે. નિયત તારીખ બાદ ફોર્મ ભરી શકાશે નહીં. પરીક્ષા આપવા ઈચ્છનારે વહેલાસર ફોર્મ ભરી દેવા જણાવ્યું છે.