• Gujarati News
  • મહાવીર નિર્વાણ દિને તમામ કતલખાના બંધ રાખવા માગ

મહાવીર નિર્વાણ દિને તમામ કતલખાના બંધ રાખવા માગ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આસોવદ અમાસ મહાવીર નિર્વાણ દિન 23-ઓક્ટોબર ગુરુવારે રાજ્યભરના કતલખાના, માંસ, મચ્છી તેમજ બિન શાકાહારી ચીજવસ્તુઓના વેચાણ પર પ્રતિબંધ મૂક્વા રાજકોટના જૈન આગેવાનોએ મુખ્યપ્રધાન સમક્ષ લેખિત માગણી કરી છે જયારે ગૌસંવધર્ન ખાતાના પ્રધાન તારાચંદભાઇ ખેડા, ધારાસભ્ય વિજયભાઇ રૂપાણીને રૂબરૂ મળી અંગે તાકીદે નિર્ણય લેવા રજૂઆત કરાઇ છે.

જૈન-સમાજની જયા નજીવી વસતિ છે ત્યાં જૈનોની ભાવના, લાગણીને ધ્યાનમાં રાખી તામિલનાડુ સરકારે આસો વદ અમાસ દિવાળીના દિવસે મહાવીર નિર્વાણ દિને રાજ્યભરમાં કતલખાના બંધ રાખવા, માંસ, મચ્છીનું વેચાણ બંધ રાખવા હુકમ કર્યો છે ત્યારે જૈનોની સૌથી વધુ વસતી ધરાવતા ગુજરાતમાં પણ કતલખાના બંધ રાખવા રાજ્ય સરકાર હુકમ બહાર પાડે તેવી માગણી કરાઇ છે

એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયાના મેમ્બર રાજેન્દ્ર શાહ, કરુણા ફાઉન્ડેશનના મીતલ ખેતાણી, એનિમલ હેલ્પલાઇનના ટ્રસ્ટી પ્રતિક સંઘાણી, વર્ધમાનનગર જૈન સંઘના પ્રકાશભાઇ શાહ તેમજ શ્રમજીવી જિનાલયના કિશોરભાઇ કોરડિયા સહિતના જૈન આગેવાનોએ મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલને પત્ર લખી ત્વરિત હુકમ બહાર પાડવા માગણી કરી છે.

ઉપરાંત શહેરોના રસ્તા પર ઊભી રહેતી ઈંડાની લારીઓ તથા અન્ય માંસાહારી વસ્તુઓના વેચાણ પર એક દિવસ પ્રતિબંધ મૂકવા ખાસ અરજ કરાઈ છે.

ઉલ્લેખનિય છે કે, પોતાના પવિત્ર પર્વમાં કતલખાના બંધ રાખવા અગ્રણીઓને મળી રજૂઆત કરી છે.