• Gujarati News
  • રત્નાગીરી હાફૂસ 225, કેસર સોસિયો ~ 175 કિલો

રત્નાગીરી હાફૂસ 225, કેસર સોસિયો ~ 175 કિલો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેરીખાવાના શોખીનોને માંડ આશા બંધાઇ હતી કે વર્ષે આંબામાં ભરપૂર મોર બેઠો છે. કેરી ખાવાની મજા પડશે, પરંતુ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને કમોસમી વરસાદ પડતાં આંબા પરનો મોર ખરી પડ્યો હતો. જેથી બજારમાં રત્નાગીરી હાફૂસ કેરીના આગમન થયાને પખવાડિયું થવા છતા ભાવો ઘટતા નથી. બીજી તરફ વલસાડથી હાફૂસ કેરીનો પાક હજુ દસ દિવસ બાદ બજારમાં આવશે. સોરઠની કેસર કેરીને હજુ વાર છે.

રાજકોટમાં કોંકણના રત્નાગીરી, સિંઘદુર્ગા, રાયગઢ જિલ્લામાંથી હાફૂસ કેરીની આવક છેલ્લા એક પખવાડિયા કરતા વધુ સમયથી થઇ રહી છે. કોંકણમાં કેરીનો પાક તૈયાર થયો તે સમયે માવઠું થવાના કારણે હાફૂસ કેરીના પાકને નુકસાન થયું છે. જેથી હજુ સુધી હાફૂસના ભાવમાં વધુ છે.

નવરંગ સ્ટોરવાળા રાજુભાઇએ જણાવ્યું હતું કે રાજકોટમાં રત્નાગીરી હાફૂસ, સોસિયો કેસર કેરી, અને લાલબાગ કેરીનું વેચાણ થઇ રહ્યું છે. સોસિયો કેરી મહારાષ્ટ્ર અને લાલબાગ કેરી કેરળથી આવે છે. રત્નાગીરી હાફૂસ કેરીના એક કિલોના ભાવ 225 - 250 છે. જે ગયા વર્ષે સમયે 170 - 190 હતા. સોસિયો કેસર કેરીના ભાવ 150 - 175 છે. જે ગત વર્ષે 100 -125 હતા તેમજ લાલબાગ કેરીના ભાવ 100 આસપાસ છે. જે 70 - 75ના ભાવે ગત વર્ષે મળતી હતી.

હાફૂસની નિકાસને મંજૂરી મળતા ભાવ ઘટતા નથી

તાલાલામાર્કેટિંગયાર્ડના સેક્રેટરી હરસુખલાલ જારસાણિયાએ ગત વર્ષે હાફૂસ કેરીની નિકાસ ઉપર પ્રતિબંધ હોવાથી કેરીના ભાવ નીચા હતા. વર્ષે કમોસમી વરસાદ અને સાથે નિકાસની છૂટ મળતા હાફૂસ કેરીના ભાવમાં ઘટાડો થતો નથી જો કે યુરોપીયન દેશેાએ નિકાસ માટે કડક નિયમોનું પાલન કરવાની શરત રાખી છે. તેથી વિપુલ પ્રમાણમાં નિકાસ થશે નહીં.

કેસર કેરીની હરાજી 15 મે બાદ બજારમાં

તાલાલામાર્કેટિંગયાર્ડના સેક્રેટરી હરસુખલાલ જારસાણિયાએ માહિતી આપતા કહ્યું હતું કે વર્ષે કેસર કેરીના પાકને મોટું નુકસાન થયુ છે. યાર્ડમાં ક્યારે હરાજીનો પ્રારંભ થશે તે કહેેવું મુશ્કેલ છે. પરંતુ 15 મે પછી હરાજી શરૂ થવાની સંભાવના છે. ગત વર્ષે 5 મે થી હરાજી શરૂ થઇ હતી.

રાજકોટમાં રત્નાગીરી હાફૂસ અને કેસર સોસિયોની આવક શરૂ થઈ ગઈ છે.

^ માવઠાથીઅહીંની હાફૂસ કેરીના પાકને મોટું નુકસાન થયું છે. આગામી દસ દિવસમાં વલસાડની હાફૂસ કેરીનું બજારમાં આગમન થઇ જશે ગત વર્ષ કરતા મણના ભાવમાં 300 - 500નો ભાવ વધારો રહેવાની સંભાવના છે. અહીં હાફૂસ કેરી ત્રણ પાકમાં થાય છે. જૂન માસમાં સૌથી વધુ હાફૂસનો પાક બજારમાં આવશે. સમયે ભાવમાં ઘટાડો થશે.

> આર.આર.મિશ્રા,વલસાડનાકેરીના વેપારી

વલસાડની હાફૂસ કેરી 10 દિવસ બાદ આવશે

મીઠાશ