• Gujarati News
  • રાજકોટ સહિતની તમામ મનપાને જકાત ગ્રાન્ટમાં 15 ટકાનો વધારો

રાજકોટ સહિતની તમામ મનપાને જકાત ગ્રાન્ટમાં 15 ટકાનો વધારો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર.રાજકોટ

ગુજરાતમાંથીજકાત નાબૂદ કરવામાં આવ્યાના આટલા વર્ષોમાં પ્રથમ વખત રાજકોટ સહિત રાજ્યની તમામ મનપાને જકાત પેટેની ગ્રાન્ટમાં 15 ટકા વધારો કરવાનો નિર્ણય કરાયો હોવાનું મ્યુનિ. ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીએ રાજકોટમાં યોજેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.

જે તે વખતે જકાત મહાપાલિકાઓની આવકનો સ્ત્રોત હતો. સરકારે જ્યારે જકાત નાબૂદ કરી હતી ત્યારે એવું વચન આપ્યું હતું કે જકાત પેટે જે ગ્રાન્ટ રાજય સરકાર મહાનગરપાલિકાઓને આપશે તેમાં દર વર્ષે 10 ટકા રાઇઝ અપાશે. આજે આટલા વર્ષો બાદ તેની પ્રથમ વખત અમલવારી થઇ છે. મ્યુનિ. ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીએ મનપાની વેસ્ટ ઝોન કચેરી ખાતે રાજકોટ અને જામનગર મહાનગરપાલિકા બન્ને જિલ્લા ઉપરાંત મોરબી અને કચ્છની પાલિકાઓની રિવ્યુ મિટિંગ બોલાવી હતી.

રિવ્યુ મિટિંગ બાદ પત્રકાર પરિષદ યોજી હતી જેમાં ચેરમેન ધનસુખ ભંડેરીએ જણાવ્યું હતુ઼ કે, મહાનગરપાલિકાઓને જકાત પેટે જે ગ્રાન્ટ મળે છે તેમાં રાઇઝ અપાવવો જોઇએ. સૂચનને રાજ્ય સરકારે મંજૂર કર્યું છે અને રાજકોટ સહિત તમામ મહાનગરપાલિકાઓને જકાતની ગ્રાન્ટમાં 15 ટકા વધારો અપાયો છે. ચાલુ વર્ષ 2015-16ની યોજનાકીય ગ્રાન્ટની બજેટમાં તેની જોગવાઇ પણ કરી દેવામાં આવી છે. મહાનગરપાલિકાઓની ઓકટ્રોય ગ્રાન્ટ માટે કુલ રૂ.2124.71 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. યોજનાકીય ગ્રાન્ટના કામો ક્યાં પહોંચ્યા તેના પ્રેઝન્ટેશન માટે રખાયેલી મિટિંગમાં રાજકોટ ઉપરાંત જામનગર, કચ્છ અને મોરબીની નગરપાલિકાઓના પ્રતિનિધિઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા.રાજકોટ મનપામાં મળેલા કોઠારિયા અને વાવડી માટે પણ ખાસ ભંડોળ મંજૂર કરવામાં આવ્યું છે.

મ્યુનિ. ફાયનાન્સ બોર્ડના ચેરમેન ભંડેરીએ પત્રકાર પરિષદ યોજી હતી.

} વ્યક્તિગત શૌચાલય યોજનાની કંગાળ હાલત

ઝૂંપડાંથીમાંડીપાકા મકાનમાં રહેતા હોય અને શૌચાલયની સુવિધા હોય એવા પરિવારને વ્યક્તિગત શૌચાલય બનાવવા માટે ખાસ ગ્રાન્ટ આપવામાં આવે છે. અત્યાર સુધી રાજ્ય સરકાર એક યુનિટ દીઠ રૂ.8 હજાર ગ્રાન્ટ આપી તેમાં કેન્દ્ર સરકાર તરફથી રૂ.4 હજારનો સહયોગ મળતો થતા હવેથી રૂ.12 હજારની ગ્રાન્ટ અપાશે. મુખ્યમંત્રી આનંદીબેન પટેલની મહત્વાકાંક્ષી યોજના છે. આમ છતાં રાજકોટ સહિત તમામ મહાનગરોમાં તેની કામગીરી કંગાળ રહી છે. રાજકોટમાં ગત નાણાકીય વર્ષમાં 10275 શૌચાલય મંજૂર થયા હતા તેમાંથી માત્ર 3396 શૌચાલય બની શક્યા હતા.

યોજના બજેટ જોગવાઇ

}સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ~ 3032.23કરોડ

}મનોરંજનકર ગ્રાન્ટ/કેબલ ટીવી ડિસ્ક એન્ટેના ગ્રાન્ટ ~ 91.07કરોડ

}પ્રોફેશનલ ગ્રાન્ટ ~ 73.80કરોડ

}મિશન મંગલમ ~ 31.40કરોડ

}બુનિયાદી મુડી પગાર ભથ્થા ગ્રાન્ટ ~ 121કરોડ

}જમીન મહેસૂલ બિનખેતી ગ્રાન્ટ ~ 8.20કરોડ

}શિક્ષણ ઉપકર ગ્રાન્ટ ~ 140કરોડ

}નગરપાલિકાઓની ઓક્ટ્રોય ગ્રાન્ટ ~ 386.84કરોડ

}13મુ નાણાપંચ ગ્રાન્ટ ~ 240કરોડ

}અન્ય યોજનાકીય ગ્રાન્ટ ~ 10.79કરોડ

કુલ~ 6260 કરોડ

ચાલુ વર્ષમાં અન્ય યોજનાકીય ગ્રાન્ટની થયેલી જોગવાઇઓ