• Gujarati News
  • ડેમના પાણીનો જથ્થો પીવા માટે અનામત રાખવા તંત્રનો આદેશ

ડેમના પાણીનો જથ્થો પીવા માટે અનામત રાખવા તંત્રનો આદેશ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટકલેક્ટર તંત્ર દ્વારા રાજકોટ જિલ્લામાં આવેલા જળાશયોમાં પાણીનો હાલનો જથ્થો પીવાના પાણી માટે અનામત રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. ક્યા જળાશયમાં કેટલો જથ્થો છે અને કેટલા સમય સુધી ચાલી શકે તેમ છે, હજુ ઉનાળાના આકરા દિવસો બાકી હોય પાણીની સમસ્યા નિવારવા શું પગલાં લેવા સહિતની વિગતો સાથેનો રિપોર્ટ તૈયાર કરી શનિવારે યોજાયેલી મિટિંગમાં ઉપસ્થિત રહેવા મામલતદાર તેમજ ડે. કલેક્ટરને જણાવાયું છે.