• Gujarati News
  • ગોંડલના મોવિયામાં આધેડને ત્રણ શખ્સોએ મારમાર્યો

ગોંડલના મોવિયામાં આધેડને ત્રણ શખ્સોએ મારમાર્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોંડલતાલુકાના મોવિયા ગામે મિલકત બાબતે પટેલ આધેડને ત્રણ શખ્સોએ ઢીકાપાટુનો મારમારતા સારવાર માટે સરકારી દવાખાને ખસેડાયા હતા. ઘટના અંગે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી હતી.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મૂળ મોવિયાના અને હાલ રાજકોટ આસ્થા રેસિડેન્સિમાં રહેતા વલ્લભભાઇ ગાંડુભાઇ સીદપરા (ઉ.વ.55)ને મિલકત બાબતે હિતેશ મોહન રાંક, ભુપત ભીમજી રાંક તેમજ પ્રવીણ ભીમજી રાંકે ઢીકા પાટુનો મારમારતા સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા. તાલુકા પોલીસમાં બનાવની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે રાજકોટ જિલ્લામાં રેવન્યુને લગતા ગુનાઓનું પ્રમાણ વધારે છે ત્યારે તંત્ર ચોકસાઇ વર્તે તે જરૂરી છે. ગોંડલ પંથકમાં રેવન્યુને લગતાં ગુનાઓના પ્રમાણમાં વધારો થયો છે ત્યારે મિલકત માટેના ઝઘડાઓ થવાના બનાવો પણ વધતા જાય છે.