તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • મેટોડામાં 16મીથી ઓપન ગુજરાત બેડમિન્ટન સ્પર્ધા

મેટોડામાં 16મીથી ઓપન ગુજરાત બેડમિન્ટન સ્પર્ધા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટડિસ્ટ્રિક્ટ બેડમિન્ટન એસોસીઅેશન દ્વારા આગામી 16થી 19 ઓક્ટોબર દરમિયાન મેટોડામાં ઓપન ગુજરાત બેડમીન્ટન ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મેન્સ, વીમેન્સની બધી તથા અન્ડર-19ની મીક્સ ડબલ્સની ઇવેન્ટસ કુલ 6 સ્પર્ધા યોજવામાં આવશે તેમ એસોસીએશન દ્વારા મંત્રી ભુષણભાઇ પંડ્યા તથા ડો.યોગેન્દ્રભાઇ માંકડની યાદીમાં જણાવાયું છે. જેમાં મુખ્ય સ્પોન્સર તરીકે જ્યોતિ સીએનસી ઓટોમેશન લીમીટેડ અને વિક્રમ વાલ્વસ પ્રા.લીમીટેડનો સહયોગ મળશે.

ટૂર્નામેન્ટ જયોતિ સીએનસીના બેડમિન્ટન કોર્ટ ખાતે યોજાશે. જેમાં ગુજરાતના નામાંકીત ખેલાડીઓ એડ્રીઅન જ્યોર્જ, આમિર સુમરા, સમીર અબ્બાસી, મોહનસી સુમરા, આર્યમાન ટંડન, હેમેન્દ્રસિંહ રાજપુત, કુલદિપસિંહ જાડેજા, અનુષ્કા પરીખ, રીયા ગજ્જર, રાય દોશી સહિતના ખેલાડીઓ ભાગ લેશે. સ્પર્ધાને સફળ બનાવવા કૌશીકભાઇ સોલંકી અને એન.આર.ઝાલા જહેમત ઉઠાવી રહ્ય ાછે.