• Gujarati News
  • સિંગતેલમાં ડબ્બે 15, કપાસિયામાં 10નો ઘટાડો

સિંગતેલમાં ડબ્બે 15, કપાસિયામાં 10નો ઘટાડો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચણાદાળમાં 150, ચણામાં 100નો વધારો

તેલબજારમાં ભાવમાં સતત વધારો થતો હોય છે, ત્યારે ગુરુવારે સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ઘટાડો થયો છે. ખાદ્યતેલ બજારમાં ખરીદીના અભાવે ભાવમાં નીચે આવ્યા છે. ઊંચા મથાળે ખરીદી અટકી તેમજ વાયદો ઢીલો હોય સિંગતેલમાં રૂ. 15 ઘટતા ટેક્સપેડ નવા ડબ્બાના ભાવ 1720 - 1725 થયા હતા, જ્યારે કપાસિયા તેલમાં રૂ. 10નો ઘટાડો થતા રિફાઇન ટીન 955 - 975 તેમજ 15 લિટરના ટીન 875 - 880 થયા હતા. માલની અછતના કારણે ચણા - બેસનના ભાવમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. રૂ.50 વધી બેસન 3400 - 3450, રૂ. 100 સુધરી ચણા 3950 - 4000 અને ચણાદાળ રૂ.150 ઉછળી 4650 - 4700 થયા હતા. ખાંડમાં રૂ.10-20 સુધારો જોવા મળ્યો છે. રાજકોટમાં 1200 ગુણી ખાંડની આવક થઇ હતી. ડી ગ્રેડના ભાવ 2620 - 2670 તેમજ સી ગ્રેડ ખાંડના ભાવ 2740 - 2830 થયા હતા. રાજકોટ એરંડા વાયદો 3749 પર સ્થિર હતો, જ્યારે હાજરના ભાવ રૂ. 62 સુધરી 3512.50 થયા હતા. દિવેલ રૂ. 3 ઘટી 712 થયું હતું. ગુજરાતમાં એરંડાની 90 હજાર ગુણી આવકે ભાવ 690 - 700 અને સૌરાષ્ટ્રમાં 4400 ગુણી આવકે ભાવ 685 - 695 રહ્યા હતા.