• Gujarati News
  • ચાંદીમાં 1100, સોનામાં 250નો ઘટાડો

ચાંદીમાં 1100, સોનામાં 250નો ઘટાડો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિશ્વબજારના પગલે સ્થાનિક બજારમાં સોના - ચાંદીના ભાવમાં મોટો ઘટાડો થયો છે. રાજકોટમાં સોનું રૂ.250 અને ચાંદીમાં રૂ. 1100નો ઘટાડો નોંધાયો છે. ચાંદીના ભાવ ફરી 36 હજારની સપાટી નજીક પહોંચી ગયા છે.

સોનું 27 હજારની અંદર આવી ગયું છે. અમેરિકામાં જૂન માસમાં વ્યાજ દરમાં વધારો થવાનો હોય વૈશ્વિક બજારમાં બન્ને કિંમતી ધાતુ સોનું - ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. સ્થાનિક બજારમાં 24 કેરેટ સોનું રૂ.250 ઘટી ભાવ 26850, 22 કેરેટના ભાવ 26150 થયા છે. જ્યારે 100 ગ્રામ બિસ્કિટમાં રૂ. 2500 ઘટી 2,68,500 થયું હતું તેમજ ચાંદીમાં રૂ.1100 ઘટી ભાવ 36400 થયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાએ 1200 ડોલરની સપાટી ગુમાવી ફરી મજબૂત થયું હતું. સોનું 2 ડોલર ઘટી 1201 ડોલર અને ચાંદી 0.15 સેન્ટ ઘટી 16.36 ડોલર થઇ હતી. પ્લેટિનમ પણ 2 ડોલર ઘટી 1163 ડોલર થયું હતું. અમેરિકન ફેડની બેઠકમાં આર્થિક આંકડા નબળા આવતા વ્યાજદરમાં વધારો થવાના સંકેતો મળતા સોના - ચાંદીના ભાવમાં અફરા તફરી જોવા મળી છે.