તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • બાઇક સ્લીપ થતાં આધેડનું મોત

બાઇક સ્લીપ થતાં આધેડનું મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચોટીલાનાઝાંઝરડા ગામે રહેતા વલ્લભભાઇ વિનુભાઇ નાથબાવા (ઉ.વ.45) બાઇક ચલાવીને પોતાના ગામથી મોરબી જવા નીકળ્યા હતા અને વાંકાનેર બાઉન્ડ્રી પાસે પહોંચ્યા હતા ત્યારે કોઇ કારણસર બાઇક સ્લીપ થઇ ગયું હતું. બાઇક પરથી ફંગોળાયેલા વલ્લભભાઇને રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજયું હતું.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, વલ્લભભાઇ ત્રણ ભાઇ અને એક બહેનમાં બીજા નંબરના હતા તેમના કૌટુંબિક બહેનનું મોરબી ખાતે અવસાન થયું હોય તેમના ભંડારામાં જતા હતા ત્યારે રસ્તામાં કાળ ભરખી ગયો હતો.

વલ્લભભાઈના મૃત્યુના સમાચાર મળતા પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હતું અને ભારે ગમગીની ફેલાઈ હતી.