• Gujarati News
  • વધુ ત્રણ વ્યક્તિ ડેન્ગ્યુ, ચાર ટાઇફોઇડના સકંજામાં

વધુ ત્રણ વ્યક્તિ ડેન્ગ્યુ, ચાર ટાઇફોઇડના સકંજામાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટમાંસબ સલામતના તંત્રના દાવા વચ્ચે વધુ ત્રણ વ્યક્તિ ડેન્ગ્યુ, ચાર વ્યક્તિ ટાઇફોઇડ અને મલેરિયાના બે કેસ નોંધાયા છે. તેમજ કમળાના 2 અને ઝાડા-ઊલટીના કેસમાં પણ વધારો થતો જાય છે.

મનપાના આરોગ્ય વિભાગમાંથી મળેલા સત્તાવાર આંકડા મુજબ વોર્ડ નં.9માં સરદારનગરમાં શિવાંગી એપાર્ટમેન્ટ, વોર્ડ નં.14માં મવડી નજીકના આનંદનગર-2 શેરી નં.1માં તેમજ વોર્ડ નં.23માં હુડકો ચોકડી નજીક વિનોદનગર 6/7 એમ ત્રણ વિસ્તારમાં ડેન્ગ્યુના ત્રણ કેસ નોંધાયા છે.

જ્યારે વોર્ડ નં.20માં ગુરુપ્રસાદ ચોક નજીક સિવિક સેન્ટર પાસે આવેલા નમ્રતા એપાર્ટમેન્ટ તેમજ વોર્ડ નં.9માં ગોંડલ રોડ પર ગુરુકુળ મંદિર પાસે જૈનચાલમાં બ્લોક નં.7 સહિત બે વિસ્તારમાં બે વ્યક્તિ મલેરિયાના સકંજામાં સપડાઇ છે.

ઉપરાંત શરદી-ઊધરસના 259, પાણીજન્ય રોગચાળાના ઝાડા-ઊલટીના 193, તાવના 50 કેસ નોંધાયા છે. નવરાત્રિમાં સ્વાદના શોખીનોએ ખાણીપીણીની બજારમાં અને વ્યવસાયિક રાસોત્સવના ખેલૈયાઓએ કેન્ટીનમાં ચિંતામુક્ત બનીને ચટાકો લીધો હતો. વાસી સહિતની ખાદ્યસામગ્રીના કારણે પણ રોગચાળાના વધુ કેસ નોંધાયા હોવાનું મનપાના આરોગ્ય અધિકારી ડો.પી.પી.રાઠોડે જણાવ્યું હતું.