તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • કડવા પાટીદાર સમાજ દ્વારા આજે શરદોત્સવ

કડવા પાટીદાર સમાજ દ્વારા આજે શરદોત્સવ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉમિયાયુવા ચેરિટેબલ ટ્રસ્ટ અને ઉમિયા યુવા સોશિયલ ગ્રૂપ દ્વારા 8મી ઓક્ટોબરના રાત્રે 8.30 કલાકે 150, ફૂટ રિંગ રોડ, શીતલપાર્ક બસસ્ટોપ પાસે કડવા પાટીદાર સમાજના લોકો માટે શરદોત્સવ, દૂધ પૌંવાના પ્રસાદ સાથે કસુંબલ લોકડાયરો યોજાશે.

કાર્યક્રમનું ઉદ્દઘાટન પાટીદાર શ્રેષ્ઠિ પોપટભાઇ પટેલ, પરસોત્તમભાઇ પાણ, વલ્લભભાઇ વડાલિયા, કરમણભાઇ ગોવાણિયાના હસ્તે થશે. પ્રસંગે રક્તદાન કેમ્પ પણ યોજાશે. કડવા પાટીદાર સમાજ માટે કોઇપણ જાતના પાસ કે ટિકિટ વગર યોજાનારા શરદોત્સવમાં ધીરૂભાઇ સરવૈયા, લોક ગાયિકા વિક્ષવા કુંચાલા, ગાયક રઘુવીર કુંચાલા ગુજરાતની લોક સંસ્કૃતિને ભજનના માધ્યમથી રજૂ કરશે.

ત્રીસ હજારથી વધુ પાટીદાર સમાજના લોકો દૂધ-પૌંવાનો પ્રસાદ લેશે. કાર્યક્રમના આયોજન માટે ઉમિયા યુવા ચેરિટેબલ અને ટ્રસ્ટી મહેશભાઇ ભૂવા, અરવિંદભાઇ જીવાણી, પ્રવીણભાઇ જીવાણી, ચંદુભાઇ, મનસુખભાઇ, શિવગ્રૂપના અમિતભાઇ ભાણવડિયા, ધીરૂભાઇ ડઢાણિયા, મનસુખભાઇ ઝાલાવડિયા, રાજનભાઇ વડાલિયા, જીવનભાઇ, કે.બી.વાછાણી, સુરેશભાઇ પટેલ, કિશોરભાઇ ખાંટ વિગેરે સહયોગ આપશે.